પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


આકૃતિ અમારો સત્કાર કરવા સામી ચાલી આવે છે. આધુનિક સંપ્રદાયનો ચિત્રકાર ઈસુ ખ્રિસ્તના ચિત્રને માટે નમૂના તરિકે સ્વીકારે એવી એ માનવ આકૃતિ ! અને મધ્ય યુગની અભિરૂચીવાળો કલાકાર એમાંથી સંત પીટરની શકલ સરજે એવી એ મુખમુદ્રા !

'મહાત્માજી અમને નમસ્કાર કરીને ૐ અક્ષરે શોભતા સાદા ઓરડામાં લઈ ગયા. મારા ઓરડાની અંદર એક મેજ પર ફૂલ સરખું શ્વેત વસ્ત્ર પાથરી તે ઉપર બે પીત્તળનાં ફૂલદાન મૂકેલાં. આથી વધુ મધુર ઉતારો તો કોઇ પણ અતિથિને કદી યે નહિ મળ્યો હોય. અમારા હાથ પર એક નોકર પાણી રેડે છે, હાથમાં ટુવાલ આપે છે, અને જોડા બહાર જ કાઢીને અમે રસોડામાં જઈએ છીએ. મહાત્માજી અન્નદેવની પ્રાર્થના ઉપાડે છે, અને અમારાં માથાં નીચાં ઢળે છે. ભોજન પરની અનેક પ્રાર્થનાઓ મેં સાંભળી છે, પણ આજ સાંભળી તે તો અદ્વિતીય હતી. અમારા યજમાન મહાત્માનો બુલંદ અવાજ સંસ્કૃત સ્વરો ઉપર લંબાણથી ઠેરતો ઠેરતો એ આભાર-સ્તવનમાંથી સંપૂર્ણ સંગીત સર્જાવતો હતો.

'ભોજન પૂરૂં થયે અમે શાળાને ચાલતી જોવા ગયા. ચારે દિશામાં સુવ્યવસ્થા અને પ્રસન્નતા જ મહેકે છે. તેજસ્વી ચળકતી આંખોવાળા નાના બટુકો અને ગંભીર મુખમુદ્રાવાળા મોટી વયના બ્રહ્મચારીઓ, માટીમાંથી આકાર રચતા, એક