પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા


'ભીતરમાં, ખડની વચ્ચે ખોદેલા એક ખાડાની અંદર અગ્નિ સળગે છે, એની સામે ગૃહપતિઓની પંક્તિ બેઠી છે, અને એની ચોમેર વીંટાઈને બ્રહ્મચારીઓ બેઠેલ છે. એ બધા અગ્નિહોત્ર નામની એક અતિ પ્રાચીન ક્રિયા કરી રહ્યા છે. જ્વાલાને અજવાળે અમે જોઈએ છીએ કે ગૃહપતિ પોતાની સામે પડેલા કટોરામાંથી ચમચી ભરીને કંઈક અગ્નિમાં હોમે છે, તુરત જ જવાલા છલંગ મારે છે અને બટુકો એકસાથે ગાય છે કે “પ્રભુને, સર્વજ્ઞને, જ્ઞાનદાતાને, પરમ જ્યોતિને અમે અપર્ણ કરીએ છીએ.” પછી વિરામ ખાય છે ને જવાલા શમી જાય છે. ફરીવાર આહૂતિ છંટાય છે ને ફરીવાર જ્વાલા ચડે છે. આખો એારડો પીળી પ્રભાથી ઊભરાય છે, અને દિવાલો પર ભીષણ પડછાયા નાચી ઊઠે છે. ફરી વાર પાછા બાલસ્વરો સ્તવન ગાય છે કે 'એ પ્રભુ ! તને - સર્વશક્તિમાનને અમે અર્પણ કરીએ છીએ.' એમ ફરી વિરામ, ફરી જ્વાલાના આરોહ ને ફરીવાર સ્તવન ચાલ્યા જ કરે છે. ક્રિયા સમાપ્ત થાય છે અને અગ્નિ ઓલવાય છે. કેવળ તારાઓ જ ગુરૂકુલના ચેાગાનને અજવાળતા ટમટમે છે.

'ફરી વાર અમારા હાથ પર નોકર પાણી રેડે છે અને ઉઘાડે પગે અમે ખુલ્લી હવામાં રાત્રિ-ભોજન કરવા માટે સાદડી પર બેસીએ છીએ. અમારી સન્મુખે જ ગંગા પથ્થરો વચ્ચે મધુર રાગે ગાતી ચાલી જાય છે, ઊંચા ઊંચા ઘાસનાં