પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૦૮


ફૂલો ચંદ્રની સભામાં નાચે છે. અરણ્ય આખું કેમ જાણે ઝાકળભર્યું હોય તેમ ઝળકે છે અને દૂરદૂરથી સંભળાતા વાયુના સુસવાટા મને પ્રેતનું ને રાહભૂલ્યા આત્માઓનું સ્મરણ કરાવે છે. જાણે કે સ્વપ્નમાં મને કોઈ કહેતું લાગે છે કે 'અમે બીજું કશું નથી માગતા, અમને ફક્ત એકાન્તે પ્રભુપૂજા કરવા દો ! રે, શું એ પણ રાજદ્રોહ ?'

'રાજદ્રોહ ! હા, રાજદ્રોહની શંકાના અપરંપાર ઓછાયા આ પવિત્ર તપોવન ઉપર છવાતા જ આવ્યા છે. સરકાર પ્રત્યેના રાજદ્વારી અસંતોષનું જે દેશવ્યાપી આંદોલન પ્રસરેલું હતું, તેના તમામ વાયરો જાણે કે ગુરૂકુલમાંથી જ છૂટતા હોય તેવા સંદેહ સરકારી હૃદયમાં રમતા હતા. દેશના કોઈ પણ ખૂણાખાંચરામાં કશો પણ સરકાર વિરૂદ્ધનો ખળભળાટ ઊઠે – એટલે એનો આરોપ આર્યસમાજના આ મથક ઉપર : લાલા લજપતરાય અને સરદાર અજીતસિંહ આર્યસમાજીઓ, માટે એનું પ્રેરણાસ્થાન આ ગુરૂકુલ : તમામ વિપ્લવકારી ટોળીની જાણે કે આ બખોલ : તમામ કાવતરાં અને કારસ્તાનોનું આ આશ્રયસ્થાન : એવા સંદેહ પરથી સરકારે ગુરૂકુલના ઊંડાણ સુધી ગુપ્તચરો પહોંચાડી દીધા. અને તેઓએ આ બ્રહ્મચારીઓના આશ્રમને અળખામણો કરનારા અહેવાલો સરકારમાં રજૂ કર્યા.

આ પુનિત તપોવનની સામે સંશયભરી વાતો વડે સરકારના કાન ભંભેરનાર કોણ હતા ? પાદરીઓ અને