પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

રાષ્ટ્રીય શિક્ષણનો પિતા



અને આ ગુરૂકુળની પ્રેરણાનાં જળ પી પીને તે આર્યાવર્તની ભૂમિમાં ઠેર ઠેર ગુરૂકુળના અંકુરો ફૂટી નીકળ્યા છે. આ મહાન વડલાની બાર વડવાઈઓની છાંયડી નીચે અત્યારે એક હજાર બ્રહ્મચારીઓને તપોવનની કેળવણી મળી રહી છે. એક કન્યાગુરૂકુળ દિલ્હીમાં જન્મ્યું છે, ને એક આયુર્વેદિક કોલેજ પણ ચાલે છે. સરકાર તરફથી આ બધા શિક્ષણ-પ્રચારની તપાસ સમિતિ નીમાઈ હતી, અને એ સમિતિએ આયુર્વેદિક કોલેજનાં મુક્તકંઠે સ્તુતિગાન કર્યા હતાં. પરંતુ એને સહાય કરવાની ભલામણ લખવા જેટલી હિંમત એ સમિતિની છાતીમાં નહોતી. ભલામણ થઈ હોત તો પણ ગુરૂકુળે તેનો ઇન્કાર જ કર્યો હોત, સ્વાશ્રય તે એના પ્રાણદાતા શ્રી મુન્શીરામજીનો જીવનમંત્ર હતો.

કમભાગ્યે ગંગામૈયા એક વર્ષ પર કોપાયાં હતાં અને ગુરૂકુળનાં મકાનો એ ગળી ગયાં હતાં. આજે એ ઇમારતોને અભાવે બ્રહ્મચારીઓ પારાવાર સંકટ સહે છે. પરંતુ પ્રભુ પર શ્રદ્ધા પોકારીને તેઓએ આ જ માસમાં ગુરૂકુળની રૌપ્ય–જયન્તી ઉજવવા નિમિત્તે દસ લાખ રૂપિયાની ભિક્ષાનો આહલેક ગજાવ્યો છે.

પંદર વર્ષ સુધી એ પોતે વાવેલા વડલાને આત્મતેજનાં નીર સીંચી સીંચી મોટો કરી લીધા પછી, એ મમતા પણ છેદી નાખવાનો અવાજ મુન્શીરામજીનાં અંતરમાં એક દિવસ ગુંજી ઊઠયો. ગુરૂકુળનાં પ્રેમ-બંધનેમાંથી એ તપસ્વીને