પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

રાષ્ટ્રીય શિક્ષણનો પિતારડતો રડતો દોડ્યો, પણ એ તરફ નજર સરખીય કર્યા વગર, પોતે ધીરગંભીર ગતિથી ચાલ્યા ગયા.

નવા સ્થાને જઈ પોતે એકલા જ ત્યાં રાત રહ્યા અને વળતે દિન, સંવત ૧૯૭૪ના વૈશાખ પ્રતિપદાને પ્રભાતે દાઢી, મૂછ અને મસ્તકના કેશનું નિર્મૂલ મુંડન કરાવી, ગુરૂકુલનો પીળો દુપટ્ટો ઉતારી એણે ભગવો અંચળો અને કમંડળ ધારણ કરી લીધાં. મુન્શીરામજી મટીને એ શ્રધ્ધાનંદ સંન્યાસી બન્યા. એ ને એ દેહે જાણે નવો અવતાર લીધે.રાજદ્વારે સંન્યાસી


રંતુ શ્રધ્ધાનંદના તો સંન્યાસની પણ એક અપૂર્વ જ તવારીખ લખાવાનું સરજાયું હતું. ભગવાં વસ્ત્રો માનવ જાતને માટેના રાજપ્રકરણી યુદ્ધમાં પણ સ્વાર્પણનો કેવો રૂડો વાવટો ફરકાવી શકે તેની ખાત્રી આ સંન્યાસીને હાથે દુનિયાને થવી નિર્માયેલી હતી.

પાંચ વર્ષો સુધી એ વૈરાગ્યની સાધનામાં જગતની નિર્જનતાને ખોળે દટાઈ રહ્યા. પાંચ વર્ષ સુધી હિમાચળનાં શિખરો સાથે આ વિશ્વના ભેદોની ગુપ્ત વાત ચલાવી.