પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩

રાજદ્વારે સંન્યાસી


મહાસભાના અવસર પર આખા દેશને પોતાની છાયા આપતું ઊભેલું જોવાય છે.

અમૃતસરની યજ્ઞવેદી ઉપર

અમૃતસરની એ મહાસભા શ્રદ્ધાનંદ ન હોત તો ભરાત જ નહિ. એક તરફથી એ ૧૯૧૯ના અભાગી વર્ષની કાપાકાપીની તપાસ અર્થે વિલાયતથી હંટર કમિટિ આવી હતી. તેની સમક્ષ જુબાનીઓ આપવા તેમ જ મહાસભા તરફથી પણ એ હત્યાકાંડનો અહેવાલ તૈયાર કરવા માટે મહાત્માજી, માલવિયાજી વગેરે રોકાઈ ગયા. અમૃતસરના અધિવેશન માટે તૈયારી ઉઠાવનાર કોઈ નર પંજાબમાં રહ્યો નહિ, અને બીજી બાજુ જો અધિવેશન ભરાય તો ગુરખા અને ગેારા સૈનિકો તરફથી છેડતી થતાં જ પ્રજામાં ફરીવાર બળવો ફાટવાની દહેશત હતી. માલવિયાજી કહે કે 'શ્રદ્ધાનંદજી, રહેવા દો.' પરંતુ યુગદૃષ્ટાની આંખે એ સંન્યાસીએ નિહાળી લીધું કે જો આ અધિવેશન અમૃતસરમાં જ-અને તે પણ ડીસેમ્બરના છેલ્લા સપ્તાહમાં જ ભરાશે, તો જ બચાવ થશે. નહિ તો આવતા અર્ધા સૈકા સુધીને માટે રાજદ્વારી અાંદોલનનો અસ્ત થઈ જશે.

એણે માલવિયાજીની સાથે માથાં પછાડી આખરે પોતાનું ધાર્યું કબૂલ કરાવ્યું. આવા સમારંભના અનુભવ વિના પણ સાત્કાર–પ્રમુખની જુમ્મેદારી લીધી. દોડ્યા પંજાબના નવા ગવર્નર પાસે. ઓળખાણ હતી તેના બદલામાં