પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૨૮


સાહિત્ય-પ્રવૃત્તિઓ આરંભી : પોતે સતત માનતા હતા કે 'તદ્દન અહિંસાત્મક સવિનયભંગ માટે દેશ સમસ્તનું વાતાવરણ કદી તૈયાર થવાનું જ નથી. માટે સત્યાગ્રહ મંડાયા પછી મહાસભા સિવાયના બહારના લોકો રમખાણો કરે, તો તેથી સત્યાગ્રહ અટકાવવાની જવાબદારી આપણી છે જ નહિ' એથી વારંવાર સત્યાગ્રહ મુલતવી રાખવાની મહાત્મા ગાંધીજીની વિચારણા તેમને મંજૂર નહોતી.

છૂટા થયા છતાં યે મહાસભાને માટે સ્વામીજીનું અંતર સદા બળતું જ રહ્યું, દેવદાસ અને જવાહિરલાલ જ્યારે સજા પામી કેદમાં સીધાવ્યા, ત્યારે સ્વામીજીએ પોતાના પ્યારામાં પ્યારા આર્યસમાજના પ્રમુખસ્થાનનું પણ રાજીનામું આપીને મહાસભાની કાર્યવાહીમાં કૂદી પડવાની ખુશી બતાવી, પરંતુ પોતે પોતાનાં 'મહાસભાનાં સંસ્મરણો'માં ચીરાતે હૃદયે નેાંધી ગયા છે કે 'તેજ અરસામાં રા. કેલકરને પણ મહાસભાની કાર્યવાહી પરથી રાજીનામું આપી નીકળી જવું પડ્યું અને એણે હકીમ અજમલખાનના શબ્દો મને સંભળાવી દીધા કે કાર્યવાહકોએ મહાસભાની સાથે જો મતભેદ હોય તો તે વ્યક્ત નથી કરવાનો, કાં તો તેઓએ પોતાનું પદ છોડી જવું, ને કાં મૂંગા મરી રહેવું.' આ શબ્દોએ સ્વામીજીની આંખો ઉઘાડી નાખી. એણે રાજીનામું ફરી વાર જારી કરાવ્યું.

એકાંતે બેઠાં બેઠાં પણ મહાસભા પ્રત્યે ભક્તિભાવ અનુભવતો એનો અંતરાત્મા જંપી ન શક્યો. પ્રજાએ