પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૩૨


'અફસોસ ! આ ચિઠ્ઠી મારા હાથમાં બહુ જ મોડી આવી. હું એ દિવસેામાં લાહોર ન જઈ શકયો. અને એડવાયરની તેમજ મારી–બન્નેની દિલની દિલમાં જ રહી ગઈ.'

'કહેવાય છે કે દિલ્હીના ચીફ કમીશ્નર પર મને પકડવા માટે વાઈસરોયનું અને વીલીઅમ વીન્સેન્ટનું દબાણ થયું, પણ ચીફ કમીશ્નરે જવાબ વાળેલો કે 'શા મુદ્દા પર કેદ કરૂં ? સરકારને બદનામીમાંથી બચાવનાર તો શ્રદ્ધાનંદ જ છે. અને છતાં જો એને પકડવો હોય તો દિલ્હીનો વહીવટ થોડા દિવસને માટે હિન્દી સરકારે જ હાથમાં લઈ લેવો !'

'ત્રીજી વાર પકડવાની તૈયારી થઇ, દિલ્હીના નેતાઓ સીમલાની હવા ખાવા ગયેલા. એમાંથી એક રાવ બહાદુર, એક ખાનબહાદુર અને એક વકીલ, એ ત્રણેને બેલાવીને સી. આઈ. ડી. ના વડાએ પૂછયું કે 'શ્રદ્ધાનંદને પકડવા વિષે આપનો શો મત છે ?'

'પકડાય તો શી અડચણ છે ?' ત્રણેએ જવાબ દીધો.

'તો આપ સહુ સરકારને સહાય કરશો ?'

'હા ,હા ! '

'માથું હલાવીને ત્રણ મહાપુરુષો ઘેરે આવ્યા પછી સહુ માથાં ખંજવાળવા લાગ્યા. વકીલ બંધુ બોલ્યા કે 'યાર, તમે બહુ જ ભૂલ કરી. સ્વામીને પકડવાથી લોકો છેડાઈ ઊઠશે તો ગજબ થશે હો ! પછી એની જવાબદારી આપણા ઉપર આવશે. ચાલો પાછા જઇને ના કહી દઈએ.'