પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૧૩૮પરંતુ થોડાકોના ધર્મઝનૂને આ તૈયારીમાં પોતાની કોમના ઉચ્છેદનનો હાઉ દીઠો. મુસ્લિમ જાતિને ઉથલાવી નાખવાની કોઈ ગુપ્ત બાજી રચાતી હેાવાનો તેઓને અંદેશો પડે, અને કૈં કૈં ગુપ્ત ઉશ્કેરણીને પરિણામે ઈ. સ. ૧૯૨૪માં રમખાણો ફાટી નીકળ્યાં. દિલ્હીમાં બકરી-ઈદને દિવસે હિન્દુનું મંદિર તૂટ્યું, આઠ હિન્દુઓ ઠાર થયા અને ઘણા ઘવાયા. તે પછી ગુલબર્ગ અને કોહાટનાં ગંભીર હુલ્લડોએ હિન્દુ દેવાલયોના ચૂરા કર્યા, પ્રતિમાઓને ભાંગી ભ્રષ્ટ કરી, નિર્દોષ હિન્દુઓની સંપત્તિ લૂટી, અબળાઓનાં શિયળ હર્યાં, અને વટલાવવાની અવધિ વાળી. તેના પર મૌલાના શૌકતઅલીએ ચૂનો લગાવી ઊલટા હિંદુઓને વગેાવ્યા.

સ્વામી શ્રદ્ધાનંદજીના સમસ્ત જોશને આ ઘટનાઓએ વેગે ચડાવી દીધું. ચોમેરથી એના મસ્તક પર આળ ચડવા લાગ્યાં. કોમી ઐક્યના કૈંક ઈંતેજારોને મન સ્વામીજીની પ્રવૃતિ વિઘ્નકર લાગી. વિધવાઓ અને અંત્યંજોના ઉદ્ધારની વાતો સ્થિતિચુસ્ત સમાજને કડવી ઝેર લાગી. અને કોમી અદાવતના તમામ પ્રસંગો એમના નામ પર ચડતા થયા.

એટલું જ બસ નહોતું. એના માથા પર મૃત્યુનું ચક્કર ફરવા લાગ્યું, એના પર મુસ્લિમોની જાસાચિઠ્ઠીઓ આવતી થઈ કે 'શુદ્ધિસંગઠ્ઠનની પ્રવૃત્તિ જો નહિ છોડ તો તારો જાન લેશું.' પરંતુ એ અમરત્વના આરાધકને એકોતેર વર્ષની અવસ્થાએ મૃત્યુના ડોળા ડરાવી શકે તેવું નહોતું. વિરોધની