પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫

ધર્મવીરને છેલ્લી વદના


બજાવતાં સ્વામીજીને દહન દેવા ભેળાં થયાં. ચક્રવર્તીઓ પણ ઇર્ષા કરે એવું એ અંતિમ માન હતું. સ્વામીજીને ઉઘાડે મુખે આસન પર બેસાડવામાં આવ્યા હતા. અને જનતા એમની સમાધિસ્થ કાયાના છેલ્લાં દર્શન લેતી હતી.

નિશાળો ને કોલેજો બંધ થઈ હતી. પ્રજાએ હડતાળ પાડી. માનવસાગરની ભરતી વધતી ગઈ, વાહનવ્યવહાર અટકી પડ્યો. પ્રત્યેક રેલગાડીમાંથી પ્રજાજનોની પ્રચંડ સંખ્યા ઠલવાતી ગઈ. અગીઆર વાગે સવારી ચાલતી થઈ. શેરીએ શેરીએ ને માર્ગે માર્ગે, મકાનોના માળા પરથી આર્ય માતાઓ પુષ્પના પુંજો વરસાવી રહી હતી. કોટ્યાધિપતિઓ અને અકિંચનો, તમામ આ મૃત્યુને માન દેવા પડખોપડખ ઊભાં હતાં.

પથ્થરો ફેંકાયા

કેટલાક છોકરાએાએ સવારી દરમ્યાન બે વખત સ્વામીજીની પાલખી પર પથ્થરના ઘા કર્યા. પોલીસે તેને પકડ્યા. પણ પ્રજાએ પોલીસને વિનવણી કરી કે 'છોડી દો. આજ સ્વામીજીના મૃત્યુ નિમિત્તે કોઈને પીડન ન હોય !' એ પરથી એમને મુકત કરવામાં આવ્યા. ૧૧થી પોણા પાંચ બજ્યા સુધીની આ સવારીમાં ફક્ત આ સિવાય અન્ય કશોય ઉપદ્રવ ન મળે. આખે માર્ગે પુષ્પોની અવિરત વૃષ્ટિ ચાલુ હતી. અને મૃતદેહના મુખમંડલ પર જાણે હમણાં જ બેાલશે એવી જીવન્ત ભવ્યતા છવાઈ રહી