પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.હરામખોર !


ત્મગૌરવની સમતુલા તોળનાર એ ઇંગ્લાંડની અદાલત હતી. શ્વેતશ્યામના ભેદ ન પાડવાની પ્રતિષ્ઠા ભોગવનાર ન્યાયમંદિર હતું. જડ્જ હતાં. જ્યુરી હતી, કાયદા હતા.

તફાવત માત્ર એટલો જ હતો કે ફરિયાદી હતો એક ભારતવાસી. અને તહોમતદાર હતું એક વિલાયતી વર્તમાનપત્ર. આરોપ હતો એ ગોરા પત્રકારે એ કંગાલ ભારતવાસીની બદનક્ષી કર્યાનો. 'લાજપતરાયે લશ્કરની રાજભક્તિ ત્યજાવવા કાવત્રા કર્યા છે' એમ તે પત્રે લખેલું હતું.

'આમ જો ભાઈ!' બદનક્ષી કરનાર છાપાના વકીલે એક સાક્ષીને પુછ્યું, 'જો આ છબીમાં આ કોણ બેઠું છે?'

'આજના ફરિયાદી લજપતરાય.' સાક્ષીએ ઉતર દીધો. 'ને એની બાજુમાં કોણ છે ?'

'બાબુ બિપિનચંદ્ર પાલ!'

'હં, એ શખ્સ કેદમાં જઈ આવ્યો છે કે?'

'હા, એક કેસમાં જુબાની ન આપવાને કારણે.'