પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૫૨



વાત્સલ્યધેલી ભોળી માતા એના ગ્રામ્ય સંસ્કારથી પ્રેરાઈને છાનીછાની જોષીને તેડાવતી, તેડાવીને લાજપતના જોષ જોવરાવતી, બાળકના હાથપગની અને લલાટની રેખાઓ તપાસીને જોષી મહારાજ કહેતા કે 'માઈ ! દેવી ! તારો લાજપત કોઈ મહાપુરુષ થશે, મોટી મોટી મુસીબતો સામે મુકાબલો કરશે, લાખો દેશજનોનું કલ્યાણ કરશે, મોટો દાનેશ્વરી થશે. માતા ! તું પરમ ભાગ્યવતી છે.'

જોષીની આવી ભવિષ્યવાણી સાંભળીને માતા મરૂં મરૂં થતી. કાલીઘેલી ગામડિયણના અંતઃકરણમાં આ આગાહીનો પ્રત્યેક બોલ અંકાઈ ગયો હતો. વિશેષે કરીને 'દીકરો મોટો દાનેશ્વરી થશે' એ વિચારથી તો હર્ષનાં અાંસુએ એની આંખો ભીંજાઈ જતી.

લાજપત પોતેજ લખી ગએલ છે કે 'મારી માતાને હસ્તે અમારો ઘરકારભાર એટલો વ્યવસ્થિત ચાલતો હતો કે જે દિવસોમાં પિતાજીને રૂા. ૫૦ ની માસિક આવક હતી, તે દિવસોમાં ન તો અમને તંગી વરતાઈ હતી, કે ન તો જે દિવસોમાં મારી આવક રૂા. એક હજારની હતી તે દિવસોમાં અમારે ઘેર અમીરાત દેખાએલી. એનું નિત્ય –જીવન મારે માટે પરમાર્થના પ્રત્યક્ષ પાઠ સમ બની ગયું. મારી જુવાનીમાં એ મારા જાહેરજીવન માટે મગરૂર હતી, અને સખાવત કરવામાં મને એ પ્રોત્સાહન આપતી. ઉપરાંત એ એટલી ગર્વિષ્ઠ હતી કે ઊંચા વા નીચા કોઈના તરફથી