પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી


પેન્શન પર ઊતર્યા પછી પિતાજીને નિવૃત્તિ ન ફાવી. દુકાન માંડવાનું દિલ થયું તુરત લાજપતે ૧૦-૧૨ હજાર રૂપિયા પિતાજીને વેપાર માટે દીધા અને જગ્રામમાં હાટ ખોલાવી દીધું. પિતાને નામે જગ્રામમાં “રાધાકિશન હાઈસ્કુલ”ની સ્થાપના કરી.

હિન્દની કેળવણીના કોયડાઓ પર પોતે એક પુસ્તક લખ્યું છે, એ પુસ્તકની પ્રસ્તાવનામાં પોતે ઊર્મિભેર પિતાજી વિષેની મગરૂબી પ્રગટ કરે છે :

'આ વિષય ઉપર લખવાનો મારો અધિકાર એ છે કે હું એક શિક્ષકનો પુત્ર હોવાનું ગૌરવ ધરાવું છું. ગઈ સદીની સાઠીની અંદર અંગ્રેજ સરકારે જે પહેલી શિક્ષક-ટુકડીને તાલીમ આપી હતી, તેમાં મારા પિતા પહેલવહેલા હતા. મારા પિતા પહેલા વર્ગમાં આવેલા, અને કેટલાક વિષયમાં તો એને ઊંચામાં ઊંચા દોકડા અપાયેલા. મારૂં પહેલું શિક્ષણ મને એમની પાસેથી મળ્યું છે. હું મીડલ સ્કુલમાંથી લાહોર હાઈસ્કુલમાં ગયો ત્યાં સુધીના અંગ્રેજી સિવાયના તમામ વિષયો હું એમની પાસેથી જ શીખ્યો હતો. શિક્ષણની અંદરનો મારો રસ એમને જ આભારી છે. મારી જીંદગીમાં હું ઘણા શિક્ષકોને મળ્યો છું, પણ એમના કરતાં કોઈ અચ્છો શિક્ષક મેં દીઠો નથી. એ વિદ્યાર્થીઓ સાથે ભાઈની રીતે વર્તતા અને તેઓના સહવાસમાં આનંદ પામતા. એણે પોતાનામાં જે