પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

દીકરો


પ્રસંગો ન આવવા દેવાની જ રહેતી, અને મારા જાહેર જીવન સિવાયનાં ઘર તેમજ બહારનાં દરેક કામમાં એમની ઈચ્છા એજ મારે તથા મારા સ્વજનોને માટે કાયદો હતો. એટલા માટે જ મારા પર જે કશી આફત આવે તે અંતરમાં દુઃખ ન ધરવા માટે મેં એમને તૈયાર કર્યા. કાગળ લખ્યો.'

X    X    X

'જ્યારે હું દેશવટેથી છ મહિને પાછો વળ્યો, ત્યારે મેં સાંભળ્યું કે એમના શિર પરની આ મોટામાં મોટી આફત દરમ્યાન એમણે મક્કમ, મર્દને શોભતું અને ગર્વમય વલણ ધારણ કરી રાખ્યું હતું, એમની મર્દાનગીને ન છાજે અને મારા કાર્યની વિશુધ્ધિ પરના મારા વિશ્વાસને હીણપ લગાડે એવું કોઈ પણ પગલું ભરવાનો એમણે પલવાર પણ વિચાર કરેલો ન હતો. આ સાંભળીને મારા આનંદને પાર ન રહ્યો. એ મને પત્ર લખતા તે ઘણા ટુંકા હતા, છતાં પોતે પોતાનાં દુઃખો કેવી ધીરજથી સહન કરતા કરતા મર્દની રીતે મારાં બાળબચ્ચાંની રક્ષા કરી રહ્યા છે, એટલું સમજી જવા માટે તે એ ટૂંકા પત્રમાં પૂરતું લખાણ હતું. પરંતુ એમણે તો તે ઉપરાંત મારા બચાવ માટે પોતાની કસેલી કલમ ઉઠાવી હતી અને એ કલમ વડે એ કાળા કામ કરનારા મારા દેશબન્ધુઓની કુટિલ પેરવીને ધૂળ મેળવી રહ્યા હતા, એની તો મને ખબર પણ શી રીતે હોય! હું પાછો આવ્યો ત્યારે જ