પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર્ લાલાજી


મને શરમ માથે માલૂમ પડ્યું કે એક હિન્દી ડેપ્યુટી કમીશ્નરે, કેમ જાણે મારો બુઢ્ઢો પિતા મારા રાજદ્વારી વિચારો બદલ અને મારી હીલચાલ બદલ કોઈ રીતે જવાબદાર હોયની, એ રીતે એ વૃદ્ધની હીલચાલ પર ગેરકાયદેસર રીતે સતત છૂપી ચોકી રાખવાનું હીચકારૂં કૃત્ય પોતાની નોકરીને અંગે આવશ્યક ગણ્યું હતું. તેમ છતાં એ ડોસા ક્ષણ માત્ર પણ ડગમગ્યા નહોતા, એણે મારી નિર્દોષતા પર ઘડીભર પણ વિશ્વાસ ખોયો નહોતો, અથવા તો પોતાના પ્રત્યે અદ્વતીય પિતૃપ્રેમ ધરાવનાર બેટાની ગેરહાજરી થકી અંતરમાં વલોવાતી વેદનાને વશ બની કદી પણ નિરાશાને નોતરી નહોતી.


શિક્ષણમાં ક્રાંતિકાર


પિતામહના દબાણને લીધે તેર વરસની વયે તો લાજપતરાયનું લગ્ન થઇ જાય છે, અઢારમે વર્ષે એ કાયદાની પહેલી પરીક્ષા પાર કરે છે. વીસમે વર્ષે સનદ મેળવવાની પરીક્ષા વટાવી હિસ્સાર ગામમાં વકીલાત આરંભી દે છે. યૌવનના નિશ્ચિત સંસાર-સુખો, મનોરાજ્યના સ્વપ્નવિહારો