પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૬૨


ગૂમ થઈ થઈ છે. પરંતુ લાલાજીનાં સ્વાર્પણ સાથે સંબંધ ધરાવતી વાતો આ રહી : પૂરી એક પચીસી સુધી યુવાન લાજપતરાય આ વિદ્યાલયની વ્યવસ્થા સાથે ઝકડાયેલા રહ્યા; નવ વર્ષ સુધી એના કાર્યવાહક મંડળના મંત્રી રહ્યા, કેટલા વર્ષો સુધી ઉપ-પ્રમુખ રહ્યા પરંતુ એનું કર્તવ્ય માત્ર કાર્યવાહીના ચાર છેડા વચ્ચે જ નથી રોકાઈ રહ્યું. ઓફીસ ચલાવવી, ફાળા માટે જાહેર સભાઓમાં વ્યાખ્યાન આપવાં, ફાળા ઊઘરાવવા, પ્રચારકામ ધપાવવું અને વર્તમાનપત્રો માટે લેખો લખવા વગેરે: આટલેથી એનાં સરસ્વતી-પૂજનનાં અર્ધ્ય-પુષ્પોની સમાપ્તિ નથી થતી. એ તો આ બહુવિધ બેાજો ઉઠાવતાં શિક્ષકનું કાર્ય પણ અદા કરતા, વિદ્યાર્થીઓની સાથે ભેળાતા, છાત્રાલયો ઉપર પણ દેખરેખ રાખતા. પ્રત્યેક વખતે આર્યસમાજના વાર્ષિક ઉત્સવ પર એનો એક જ વ્યાખ્યાન-સૂર શ્રોતાઓનાં ખિસ્સામાંથી નાણાંની રેલો વહવતો. પરંતુ એ વ્યાખ્યાન–સૂર પાછળ માત્ર શબ્દોનું કે માત્ર ભાવોર્મિનું નહિ, પણ પોતાના પ્રથમ પહેલા દ્રવ્યદાનનું જોર હતું. પહેલી જાહેરાત હમેશાં એમના પોતાના ગજવામાંથી જ થતી હતી. આવી આર્થિક સહાય એમણે ઝીંદગીભર ચાલુ રાખી હતી. પોતાને રહેવાનું મકાન પણ કોલેજની પાડોશમાં જ ખરીદ્યું હતું. સત્તાધીશોની ભૃકૂટિ સામે પણ સ્વદેશી શિક્ષણનો ધ્વજ ફરકતો રાખનાર એ નાના શા યુવાન-મંડળને મોખરે હમેશાં