પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભક્તવીર ક્ષત્રિકુળ


'લાલાજી ! પરમેશ્વરનું રટણ શું આપ મનમાં મનમાં નથી કરી શકતા ?'

દાદાજીએ પરખાવ્યું, 'મારા મનમાં તો નિરંતર પરમાત્મા વસી રહ્યા છે. પરંતુ ભજન તો ગાઉં છું એ નાદાનોને માટે, કે જેઓ પ્રભુ-સ્તવનની અમૃત-ઘડીએ પણ પથારીમાં ઘોરતા પડ્યા હોય છે ! સમજ્યા કુંવર ?'

આવા નિર્ભય પ્રભુભક્તને ઘેરે મારા પિતા નાનકચંદ્રનો જન્મ થયો હતો. એને પણ બચપણમાં દાદાજીનો જ પાસ લાગેલો. રોજ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું ને પૂજામાં બેસવું, એ નિયમ ચૈાદ વર્ષની વયથી શરૂ થયો અને છપ્પન વર્ષ સુધી – એટલે કે મૃત્યુની ઘડી પર્યંત ચાલુ રહ્યો હતો. પિતાની ખુમારી પણ વારસામાં જ મળી હતી. કપૂર્થલામાં થાણદાર હતા ત્યાં વજીરસાહેબની સાથે ટપાટપી બોલાવી અને થાણદારીને ઠોકર લગાવી. સિયાલકોટમાં ખજાનચી નીમાયા. ત્યાં પણ અંગ્રેજ અધિકારીને રોકડું પરખાવી નોકરી છોડી દીધી. અમૃતસરની તહસીલમાં નોકર રહ્યા. તહસીલદાર પર રૂશવતનો મુકદમો મંડાયો. આખી તહસીલ પર ગુનો સાબિત થયો. તમામ બરતરફ થયા, પરંતુ મારા પિતા સામે એક પણ પુરાવો. ન મળ્યો. એ નિર્દોષ ઠર્યા, છતાં ઉદાસ બનીને રાજીનામું દીધું. થોડા વખત પછી લાહોરની પોલીસમાં બક્ષી નિમાયા; દાદાજીની પાસેથી એક પણ પૈસો લીધા વિના કુટુંબથી નોખા થઈ, એક નાની ઓરડી ભાડે રાખી, તેમાં મારાં