પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭

દીનબંધુ


અમલદાર તેમજ બીનઅમલદાર તમામને કડવો લાગ્યો. એટલે પછી પોતાની આખી કારકીર્દિમાં પ્રથમ પહેલીવાર ૧૯૧૭-૧૮ માંજ શિક્ષણ-પ્રગતિના અહેવાલમાં અસ્પૃશ્યોની હયાતીની નોંધ લેવાણી. તે અગાઉ અંગ્રેજ સરકારની દૃષ્ટિએ આ અસ્પૃશ્યો જીવતા જ નહોતા. એણે શું કર્યું ? એણે અસ્પૃશ્યોની વસતી-ગણના કરાવી. શા માટે ? અસ્પૃશ્યોની કેળવણીની પ્રગતિ શી રીતે થઈ શકે અને એનું હિત શી રીતે સુધારી શકાય તે જાણવાના દંભી બહાના તળે પછી ? પહેલી વારના વસતી-પત્રકે અસ્પૃશ્યોની સંખ્યા ૩ કરોડની બતાવી. એ સંખ્યાને ઈ. સ. ૧૯૨૧ ની વસતી-ગણનામાં સેન્સસ કમીશનરે છલંગ મારીને સવાપાંચ કરોડની કરી નાખી. અને એણે કહ્યું કે ઘણું કરીને અસ્પૃશ્યોનો અાંકડો સાડાપાંચ ને છ કરોડની વચ્ચે હોવો જોઈએ. પછી.મી. કોટમેને કલમને એક જ ઝટકે એને નિશ્ચયપૂર્વક છ કરોડ કરી નાખી; અને આજે જે છ કરોડ અસ્પૃશ્યોની વાત સરકાર વારંવાર કરી રહી છે તે આ રીતના છ કરોડ છે ! હું પૂછું છું કે બ્રીટીશ સરકારે દોઢસો વર્ષના અમલ દરમ્યાન અસ્પૃશ્યોને માટે શું ભલું કર્યું ?'

મી. અહમદ – તમે શું કર્યું ?

લજપતરાય – મેં શું કર્યું ? કહું છું. સાંભળો. છેલ્લાં પચીસ કરતાં વધુ વર્ષોથી - ધારાસભામાં એ લોકોના પ્રતિનિધિને બેસવા દેવાનો ઇસારો સરખો થયો તેની પણ પૂર્વે