પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૭૮


થઈ બહાર નીકળ્યો. અંતમાં પ્રભુને પ્રાર્થના કરી કે હે પિતા ! મર્દનો સીનો રાખવાની મને શક્તિ દેજે ! અને મારા સ્વદેશનું હિત જરી પણ જોખમાય તેવું કશું પગલું જાણે અજાણે પણ ભરવાના પ્રલોભનમાંથી મને ઉગારી લેજે !'

*

આત્મનિરીક્ષણ પૂરૂં થયું. પછી સાંભરી સરકાર. સરકારની આ ચાલબાજી પર લાજપતરાય હસી પડ્યા. સરકારને એના જાસૂસોએ આવી સજ્જડ થાપ દીધેલી દેખીને લાજપતરાયને બડી રમૂજ ઉપજી.

સૂર્યદેવ નમ્યા, કારાગૃહના દ્વાર પરના તાળામાં ચાવી ફરતી સંભળાઈ અને અવાજ આવ્યો: ' લાજપતરાય !'

આવનાર મનુષ્ય ડીસ્ટ્રીકટ સુપરીન્ટેન્ટેન્ડ મી. રૂન્ડલ હતા. એણે કહ્યું 'બહાર નીકળો' લાલાજી નીકળ્યા. મોટર તૈયાર હતી. બેસી ગયા. મોટર ચાલી સ્ટેશન આવ્યું. પરોણાને માટે એક સ્પેશયલ ટ્રેન ઊભી હતી. હુકમ મુજબ કેદી ડબ્બામાં ચડ્યા.

મી. રૂન્ડલ બેાલ્યા ' લાજપતરાય, સાંજની સલામ !'

'સલામ તમને પણ !' કેદીએ સ્વસ્થ ઉત્તર દીધો.

અને ગાડી સુસવાટા મારતી લાહોરની સીમ વટાવવા લાગી. લાલાજી લખી ગયા છે કે 'હું માત્ર ટૂંકી મુસાફરીએ જતો હોઉં, એવી સાક્ષી મારૂં અંતઃકરણ પૂરતું