પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૮૨



'મારી સમજ એવી છે કે ૧૮૧૮ ના ત્રીજા કાયદા મુજબ સરકારે જ એ પૈસા ચૂકવવાના છે, કેમકે એ કાયદાની રૂઈએ રાજદ્વારી કેદી તરીકે મારા દરજ્જા પ્રમાણે મને ભરણપોષણ દેવા સરકાર બંધાયેલી છે.' કેદીએ શાંતિથી જવાબ વાળ્યો.

'બિલકુલ નહિ, હું આવો કોઈ કાયદો જાણતો નથી. બાકી તો મારો શબ્દ એજ આંહીં કાયદો છે અને હજામત તો વૈભવની વસ્તુ છે. તારે હજામત કરાવવી જ જોઈએ એવી ક્યાં જરૂર છે ? સરકાર એવા મોજશોખના પૈસા નહિ આપે. મુસલમાન પોતાનું માથું મુંડાવવાની માગણી કરે એ તો સમજી શકાય તેવી વાત છે, પણ તારે હિન્દુને વળી દાઢી બોડાવવાની શી જરૂર હોય ! ઘેર શું તું દાઢી નહોતો વધારતો ? ત્યાં શું તું હજામ પાસે બેસતો? હોય નહિ.'

જવાબની રાહ જોયા વિના ઉપરાઉપરી આવા સવાલોની ઝડી વરસાવનાર એ દરોગાને ભાન નહોતું કે હજામત જેવી ક્ષુદ્ર વાતમાં એક અત્યંત પ્રતિષ્ઠાવંત હિન્દી ઉપર એ જૂઠનું આળ મૂકતો હતો. કેદીનું પંજાબી સ્વમાન આ આક્ષેપનાં બાણથી વીંધાતું હતું, પણ અપમાનોને લાલાજી વીરને છાજતી રીતે ગળી ગયા.

જૂન મહિનો હતો . માંડલેની ગરમી અસહ્ય હતી. પંખા તો બન્ને ઓરડામાં લટકતા હતા, પણ એ તાણનાર કોઈ નહોતું. લાલાજીએ એક પંખો ખેંચનારની માગણી