પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

ધૈર્યનો સાગર



કરી. એ માગણી સાંભળીને ગોરો દરોગો તો ચકિત જ થઈ ગયો. 'આંહીં માંડલેમાં તો કોઇ પંખા ખેંચનાર રાખતો કેદી જાણ્યો નથી. તું નવી નવાઈને આવ્યો છે !'

'સાહેબ, મારે ખર્ચે રાખવા દો. મારાથી ઊંઘી શકાતું નથી.'

ઉનાળાના દિવસેામાં ખુલ્લા ચોગાનમાં સૂવા ટેવાયેલ કેદીને છાપરાબંધ મકાનમાં પંખા વગર ઊંઘ આવતી નહિ. આખી રાત હાથમાં પંખો લઈ બેઠા રહેતા. વચ્ચે જરીક ઝોલું આવી જાય ત્યાં પંખો હાથમાંથી પડી જાય. ગરમી થવાથી જાગી જવાય. ફરી પાછો પંખો ઉપાડીને જાગવાનું ચાલે. તે છતાં ફરી કોઈવાર એણે પોતાની એ માગણી બતાવી જ નહિ, છાનામાના સહ્યા જ કર્યું.



ધૈર્યનો સાગર


જેલના ગેારા દરોગાને રસોડેથી જ જમવાનું આવવા લાગ્યું. પરંતુ લાલાજીને એ ફાવ્યું નહિ. એણે કાયદેસર માગ્યું કે 'મારી રસોઈ મને જુદી રંધાવવાની સગવડ આપો.' આવી આવી કાયદેસર માગણીઓ સાંભળીને ગોરા