પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભક્તવીર ક્ષત્રિકુળ


પોતાના ર૬ કુટુંબીઓને રસાલાના અમલદાર બનાવ્યા. ૭૫ જાટ લોકોને ઘોડેસ્વારો તરીકે સાથે લઈ મીરઠ પહોંચ્યા, રીસાલદાર નીમાયા, મંગલાચરણમાં જ પહેલું પૂણ્યકાર્ય એ કર્યું કે આખા સહરાનપુર જીલ્લાનાં હથિયાર ઝૂંટવી લઈને એ જીલ્લાના ગળામાં ગુલામીની સાંકળ પહેરાવી, પછી નેપાલ તરફ મેલાઘાટની લડાઇનો છાપો માર્યો. એ લડાઈના મેદાન પર પણ એમની પૂજા નહોતી અટકી. નદીને કિનારે છાવણી હતી, સામે કિનારેથી શત્રુઓની ગોળીઓ ચાલતી હતી, તે છતાં રિસાલદાર સાહેબનાં પૂજાસ્નાન માટે તો પાણીનો એક ઘડો નિયમિત આવતો જ રહેતો !

મેલાઘાટના વિજય પછી લડાયક ટુકડીઓને વિખેરી નાખવામાં આવી અને પિતાજીને સિવિલ પોલિસમાં નોકરી મળી. બળવામાં બતાવેલા વીરત્વ બદલ પિતાજીને કહેવામાં આવ્યું કે કાં તે બારસો વીઘા જમીન સ્વીકારો અથવા પોલીસ ઇન્સ્પેક્ટરનું પદ સ્વીકારો. આપણા દેશની ઉક્તિ મુજબ ખેતી ઉત્તમ ને નોકરી કનિષ્ટ છે. પરંતુ એ સમયે તો આપણા કમભાગ્યે નોકરી સિવાય અન્ય કોઈ કામ પ્રતિષ્ઠિત નહોતું ગણાતું, એટલે પિતાજી જમીન કેમ સ્વીકારે? બન્યા પોલિસ ઇન્સપેકટર સાહેબ !