પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૮૮


બર્મામાં વસતા હિન્દી ભાઈઓને સલાહ પહોંચાડજો કે તેઓ મને સલામ ન ભરે. કેમકે એથી કોઈનું ભલું નથી થતું. તમારાં અપમાન થાય છે ને મારી મુશ્કેલીઓ વધે છે.' પરંતુ આ કાગળને વાંધા પડતો લેખીને દરોગાએ રોકી લીધો.

ફરવાનું બંધ શા માટે કર્યું, તેનું કેદીને કારણ પૂછ્યું. લાજપતરાયે સલામની કથની કહી. ફરીવાર એને ખાત્રી અપાઈ કે 'હવે તે લોકોને મના નહિ કરવામાં આવે, માટે ફરવા જવું.'

ફરીવાર ફરવાનું શરૂ થયું. પહેરગીર સાર્જન્ટે એ ફરી વાર રંઝાડ આદરી, પણ હિન્દીઓ ન માન્યા. ખાસ કરીને હિન્દી સિપાહીઓ પણ વારંવાર આવી, લાલાજી દૂરથી હાથને ઈશારે 'ના' સૂચવે છતાં પણ સલામ કરવા લાગ્યા. કેટલાક તો ટુકડીબંધ નીકળે ત્યારે લશ્કરી સલામ પણ ભરતા હતા. લાલાજીએ એ અટકાવવા ઘણી તરકીબો આદરી: પંજાબીઓને આવતા દેખે કે તુરત જ પોતે માર્ગ બદલીને ઊલટી દિશામાં ચાલી નીકળે, જો મકાનની ઓસરીમાં ફરતા હોય તો હિન્દીઓને એ તરફ આવતા દેખી પાછળની ઓસરીમાં ચાલ્યા જાય. છતાં અમૂક લોકો તો લાલાજીનાં દર્શન કર્યા વગર ત્યાંથી ખસતા જ નહોતા. એકવાર એક સજ્જન શીખ રસ્તા પર લાલાજીની રાહ જોઈ ઊભેલો. એને ઓસરીમાં જોતાં જ પોતે નમસ્કાર કર્યા. તુરત એને પકડીને પોલીસના ડીસ્ટ્રી. સુપરી. પાસે ખડો