પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧

ધૈર્યનો સાગર


જાગે છે કે ઉંઘે છે ! કેદીને એણે જાગતો દીઠો. એનો સંદેહ સબળ બની ગયો.

કેદીના મકાનની બન્ને બાજુએ ખુલ્લાં વિશાળ ગૌચરનાં મેદાનો હતાં, કે જ્યાં કિલ્લા માંહેની દેશી પલ્ટનના ગોવાળો ગાયોભેંસો ચારતા હતા. આ ગોવાળીઆ હમેશાં પંજાબી હિન્દુમુસ્લિમ જાતના ગામડીઆ છોકરા હતા. એને પોતાની ભાષા સિવાય અન્ય એકેય ભાષા આવડતી નહોતી. પોતાના વતનમાંથી પેટગુજારા માટે દૂર દૂર ફેંકાયેલા, પોતાના ગોઠીયાઓથી વિખૂટા પડેલા અને બેગુનાહ કાળાપાણીની સજા ભોગવી રહેલા આ ગોપાલ બાળકોને પોતાનાં ગામડીઆં ગીતો લલકારવા કરતાં અધિક આનંદ અન્ય શામાં હોય ? મેદાનમાં ઢોર ચારતા ચારતા આ બિચારા કોઈ કોઈ વાર પોતાનાં દેશી ગીતો ગાતા. પરંતુ એનો સૂર સાંભળતાંની વાર જ સંત્રીની ત્રાડ છૂટતી, છોકરા દોટ મૂકી નાસી જતા, અને કેદીના મકાનની લગોલગ ચરવા આવી પહોંચેલી ગાયોભેંસોને પણ હાંકી કાઢવામાં આવતી હતી. કેમકે એ ગોવાળોનાં ગીતોમાં પણ પહેરેગીરોને કોઈ વિપ્લવની ગાથાઓ ભરેલી ભાસતી.

એક દિવસ પ્રભાતના દશ બજેલા: કેદી બીજે માળે ઓસરીમાં બેસીને વાંચે છે, અચાનક એણે એક લાકડાની ભારીવાળાને ચોગાનના ઉગમણા દરવાજા પર ઊભો રહેતો