પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩

ધૈર્યનો સાગર


છૂપીચોરીથી એ ભવ્ય મુખનાં દર્શન કરી લેતી અને પહેરેગીરો વહેમ ન પામી જાય તે સારૂ ઘણે દૂર નીકળી ગયા પછી જ ગાડીઓ વેગે ચડતી.

કેદી આ બધાં કરૂણ દૃશ્યો દેખી દેખીને એક તરફ અગાધ દેશપ્રીતિથી પીગળતો, અને બીજી તરફ સત્તાની અધોગત મનોદશા ઊપર ઘૃણા અનુભવતો. જેલ-સત્તા કેટલી નીચી ઊતરી ગઈ હતી ! કેદીને સલામ ભરવી એ પણ તેમની નજરે અપરાધ હતો.

ધીરે ધીરે જેલના ગોરા દરોગાએ માઝા મેલી દીધી હતી. એનું કર્તવ્ય હતું કે કેદીનાં આરોગ્ય, આહારવિહાર અને જરૂરિયાતો વગેરેની સંભાળ રાખવી. કાયદેસર એ લાલાજીનો દરજ્જો સાચવવા અને એનો દેહ રક્ષવા બંધાયેલો હતો. પરંતુ એને મન તો રાજદ્વારી કેદી તો આખરે કેદી જ હતો, અથવા કદાચ પશુ હતો. શરુશરુમાં એ રોજરોજ મુલાકાતે આવી તબિયતના ખબર પૂછતો અને વાતો કરતો, પરંતુ પછી તે એ નીચે ઊભો રહીને, અને ઘણીવાર તો દૂર રસ્તા પર ઊભો ઊભો રાડ નાખતો -

'કેમ લાજપતરાય ! તારી તબિયત સારી છે ? તારે કાંઈ જોઈએ છે ?'

બે જ પ્રશ્નો: 'તારી તબિયત સારી છે? તારે કાંઈ જોઈએ છે !' બસ ફક્ત બે જ પ્રશ્નો !