પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા


મવું, કૂદવું, પોલિસોના હાથે લાડમાં ઊછરવું, અને બરેલી ગામમાં સંસ્કૃત ભાષાનું કશું શિક્ષણ જ ન હોવાથી મૌલવીના મુખના ઉર્દૂ સબક (પાઠ) શીખવા, એજ મારા શૈશવનાં કામ હતાં. એમ કરતાં પિતાજીની બદલી કાશીમાં થઈ. એમને બહારગામ ભટકવાનું હતું, અને મકાન મોટું તેથી માતાએ એક પંજાબી કુટુંબને વગર ભાડે એમાં ઘર કાઢી રહેવા આપેલું. અમારા પાડોશીનાં પત્નીનું નામ નિહાલદેવી. એ દેવીએ કાશીમાં આવીને 'આભડછેટ'ની નવી દીક્ષા લીધેલી એટલે અમારો તો એણે જીવ જ કાઢી નાખ્યો. માહ મહિનાનો કડકડતો શિયાળો ચાલે, અને એમાં અમને હુકમ થયો હતો કે તદ્દન નગ્ન બનીને ઝાડે જવું, પછી નહાઈને જ ધોતલી પહેરવી ! જો પગ લગાર મોરીમાં પડી જાય તો ફટ નહાવાની આજ્ઞા ! જો હાલતાં ચાલતાં ક્યાંયે છાંટો પડી ગયો તો કપડાં ધોઈ નાખવાનો નાદિરશાહી હુકમ ! એક દિવસ સાંજે રમતાં રમતાં મારો પગ એક ભઠ્ઠીના ઠીકરાને અડકી ગયો ત્યાં તો કમબખ્તી બેસી ગઈ.