પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫

ધૈર્યનો સાગર



ખામોશ પકડીને કેદી બેસી રહ્યો.

'લાજપતરાય ! તારી તબિયત સારી છે કે ?' દરોગાએ એક પ્રભાતે રસ્તા પરથી બૂમ મારી.

નીચે ઊતરીને કેદીએ પોતાના પગના અંગૂઠા પરનું ગૂમડું બતાવ્યું, કહ્યું કે 'જોડા પહેરાતા નથી અને તેથી તાપમાં ફરવા જવાતું નથી.'

'ઠીક છે, હું મલમપટો મોકલાવું છું.'

બપોર થયા. દવા આવી નહિ. ફરીવાર કેદીએ દરોગાને સંભારી દેવા માણસ મોકલ્યો, પણ જવાબ ન આવ્યો. બીજે દિવસે સવારે રૂબરૂમાં વિનંતિ કરી, રોષભર્યો જવાબ મળ્યો કે 'મહેરબાની કરીને આટલી બધી અધીરાઈ ન બતાવતો ! મારે બીજા ઘણાં કામ છે.'

તે પછીથી કેદી પોતાનાં દુઃખો અંતરમાં સંઘરીને જ બેઠો રહેતો, વિનંતિ કરતો નહિ.

બ્રીટીશ પાર્લામેન્ટમાં હિન્દી સચીવ પર પ્રશ્નોને હલ્લો ચાલ્યો : 'વિના મુકરદમે હદપાર થયેલા કાળાપાણીના કેદીને પોતાનાં સગાંવહાલાં સાથે પત્રવ્યવહાર કરવાની છૂટ છે કે ?'

પેલો ફિલ્સુફ-રાજનીતિજ્ઞ અને શાંતિવાદી સચીવ મોર્લે જૂઠું બોલ્યો : 'હા, પરંતુ એ પત્રવ્યવહારમાં સુલેહભંગ