પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૯૬


કરનારા સંદેશા ન પેસી જાય તે માટે તેની તપાસ રહે છે. અને અત્યાર સુધી ફક્ત એક જ કાગળ એ રીતે અટકાવવામાં આવ્યો છે.'

જવાબ દેનારી જબાન જૂઠી હતી. પત્રવ્યવહાર રૂંધવામાં તો જેલના અધિકારીએ લાલાજી પર માછલાં ધોયાં હતાં. કેવા નિર્દોષ કાગળો અટકાવવમાં આવેલા તેનો એક જ નમૂનો :

લાહોર તા. ૧૬ : અક્ટો : ૧૯૦૭


"માન્યવર બાબુજી,

હું અને ભાઈ આથવલે આનંદમાં છીએ, આશા રાખીએ છીએ કે તમે પણ મઝામાં હશો.

લી. માન સહિત
(સહી) જસવંતરાય”

સરકારના પ્રતિનિધિની નજરે આવા અનેક કાગળો સુલેહભંગની સુરંગ સમાન હતા, પણ એને કેદીની આંતર્વેદનાની કદર નહોતી.. લાલાજીને કેવળ એટલી જ ચિંતા હતી કે 'રખેને મારા જર્જરિત પિતા મારી હાલત વિષે ભયભીત બની મારા અને માતૃભૂમિના સ્વમાનને હાનિ પહોંચાડનારૂં કોઈ પગલું ભરી નાખે !' એટલે જ એને પિતા સાથે પત્રવ્યવહારની જરૂર હતી. માત્ર કુશળ સમાચા૨ની જ અરસ્પરસ અપેક્ષા હતી. પણ એવા પત્રો આવ્યા પછી ત્રણચાર દિવસ દરોગાના ટેબલ પર પડ્યા રહેતા કોના