પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૯૮એ વખતે એણે નીચે ઊભીને જ રોષભેર બરાડા પાડ્યા કે 'આવા સામા સવાલો કરવામાં તું સમજે છે શું ! હું તને કાંઈ પૂછું ત્યારે ખબરદાર સામા ઊલટ-સવાલો કરતો નહિ, અસંગત સવાલો કરતો નહિ.'

'મેં કહ્યું 'મેં અસંગત ઊલટ–સવાલો પૂછ્યા છે જ ક્યારે? શા માટે નિષ્કારણ રોષ કરો છે ?'

એણે વધુ વરાળ કાઢી : 'હું તારી સાથે વાદ કરવા નથી માગતો. ખબરદાર, ફરી આવું કરીશ નહિ.'

'એટલું બોલીને એ ચાલ્યો ગયો.'

*

માનવી એટલો બધો ઘાતકી બને છે, ત્યારે એના ભક્ષ થયેલા માનવી પર બેમાંથી એક અસર થાય છેઃ કાં તો એનો વીરાત્મા કાયર બની તૂટી પડે છે ને કાં એ પોતાના જાલિમ જેવો જ પિશાચ બનીને બહાર આવે છે. કારાગૃહની એકલદશા આ અધોભ્રષ્ટતાને મદદ કરનારી થઈ પડે છે. પણ લાલાજી એવી નબળી માટીમાંથી બનેલા નહોતા. એના મન:સંસારમાં કેવળ એ પોતે અને પોતાનો જાલિમ બે જ જણાં નહોતાં વસતાં. અંગ્રેજ સરકારનું સામ્રાજ્ય ચાહે તેટલું સુવિશાળ હોવા છતાં લાલાજીના આત્મ-જગતના સીમાડાનો કબજો નહોતું લઈ શક્યું. પ્રતિહિંસા, કિન્નાખોરી ને પુણ્યપ્રકોપ, એ ત્રણે લાગણીઓને ઓળંગીને એનો પ્રાણ માનવતા તથા ઇશ્વરનાં મહોજ્જવલ સ્વપ્નોમાં વિહાર