પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૦૦


લડી પડે ! જાણે એકબીજાને ફાડી જ ખાશે. પછી મેં નબળાનો પક્ષ લઈ ખવરાવવામાં એની રક્ષા કરવાનું આદર્યું. ધીરે ધીરે એક જ કટોરામાંથી ભેળાં ખવરાવી પીવરાવી મેં એને ન્યાય અને નીતિના પાઠ ભણાવવા માંડ્યા. રોજ બે કલાક હું એ બન્નેનો વહીવટ કરવા લાગ્યો, બન્ને વારા ફરતાં મારી ગોદમાં બેસે, ખભા પર ચડે, હાથ ચાટે ને મમતા બતાવે. ઓહો ! એ આખા મકાનમાં મને ચાહનારા બે જીવાત્માઓ જોઈને હું કેટલું સુખ અનુભવતો ! ધીરે ધીરે તો તેઓ શાંતિથી ભેળાં જમતાં થઈ ગયાં. આમ એ બે જણાં વચ્ચે શાંતિ અને પ્રીતિ કેળવી શક્યાનો મને ગર્વ થવા લાગ્યો.'

'મેડીના છાપરામાં આડીઓની ઓથે માળો બાંધીને એક મેનાનું કુટુંબ રહેતું હતું. એ કુટુંબ ગાયન ગાઈને મારું મનોરંજન કરતું. પરંતુ કમભાગ્યે એક સાર્જન્ટને એ પક્ષીનો શોખ લાગ્યો. માદા તો બહુ હઠીલી હોવાથી એને હાથ ન પડી, પણ એ બે બચ્ચાંને ઉઠાવી ગયો. સાંજરે મા માળે આવી, બચ્ચાંને ન દીઠાં, ગભરાઈને એણે કાળી ચીસોથી તેમ જ કરૂણ આક્રંદથી આખું મકાન ગજાવી મૂક્યું. થોડા દિવસ સુધી માળાની આસપાસ ટળવળીને આખરે એણે નિરાશામાં સદાને માટે મકાન તજી દીધું. આ રીતે મારા એ ચોકીદાર કે જેનામાં અંગ્રેજ તેમ જ હિન્દી બન્ને જાતિની નરી પશુતા જ ઊતરી હતી, તેની નિર્દયતાને પ્રતાપે હું એ માયાળુ પંખીની સોબત હારી બેઠો.'