પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ


નિહાલદેવીએ બૂમાબૂમ કરી મૂકી કે છોવાઈ ગયો ! છોવાઈ ગયો ! નવરાવી નાખો ! નવરાવી નાખો ! માતાજી તો કોઈ મોટી આફત પડી સમજીને દોડ્યાં આવ્યાં. જુવે ત્યાં તો વાતમાં કાંઈ સાર ન મળે, વળતે દિવસે માતાજીએ આ મરજાદણ દેવીને હાથ જોડી કહ્યું, 'બીજું ઘર શોધી લો !'

એક દિવસ પિતાજી કંઈક તુમાર લખતા હતા. મેં ધીંગામસ્તી મચાવી. પિતાજીએ હાકલ દીધી, ધમકાવ્યો. મને તો બહુ જ માઠું લાગ્યું. દાદરનું દોરડું લટકતું દેખ્યું. બસ ! દોરડું ગળામાં નાખીને મેં તો દમ દીધો કે 'હમણાં ગળાટૂંપો ખાઉં છું !' પિતાજીએ આવીને એક થપ્પડ ચોડી દીધી. જીંદગીમાં તે દિવસ પહેલી જ વાર મને લાડકવાયાને માર પડ્યો. રોઈ રોઈને ગળું બેસી ગયું. માતાએ આવીને ગોદમાં લીધો.

અત્યાર સુધી તો હું નુગરો જ રહીને ભણ્યો હતો મૌલવી સાહેબ મોટા ભાઈને ગોખાવે, એ બધું હું સાંભળીને જ મોંયે કરી લઉં; પંજાબી સ્ત્રીઓ 'કાશી મહાત્તમ' કહે ત્યાં એ મારે કંઠે રહી જાય, પિતાજી સ્તોત્રો બોલે તે પણ જીભને ટેરવે રહી જાય; પરંતુ હવે તો મને યજ્ઞોપવિત (જનોઈ) દેવાનું નાટક ભજવાયું. ગુરૂકુલેાની પ્રથા તો હજારો વર્ષથી બંધ હતી, પણ યજ્ઞોપવિત પહેરાવવામાં આવે. વેદારંભની વિધિ થઇ જાય એટલે બ્રહ્મચારી કૌપીન અને દંડ ધારણ કરીને ભિક્ષા લઈ કાશી ભણવા જવાની તૈયારી