પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૦૬


ઝાડુ કાઢે, ગરીબ હિન્દી શ્રમજીવીઓને ભેગા કરી રાત્રિશાળા ભણાવે, દિશાભૂલ્યા હિન્દીઓ માટે 'હિન્દ વિષેની માહિતી કચેરી' ચલાવે, વિદેશીઓની સહાનુકંપા મેળવવા હિન્દી સ્વરાજ સંઘ સ્થાપીને ગુંબેશ કરે, હિન્દને વિષે બ્રીટનના પક્ષકારોએ ફેલાવેલાં વિષ ધોવા માટે 'યંગ ઇન્ડિઆ' છાપું ચલાવે એ બધા માટે દ્રવ્ય મેળવવા ઘરેઘર ભીખે, અખબારોમાં વિશુદ્ધ લેખો લખી લખીને મહેનતાણાં રળે, સભાઓ મેળવે, ચોપડીઓ લખી લખી પ્રગટ કરે, એ તમામ સાહિત્ય લખવા માટે પુસ્તકાલયોનાં સેંકડો પુસ્તકો ફેંદી ફેંદી આંકડા ને હકિકતો ઢૂંઢે અને ઢુંઢી ઢુંઢી લખ્યા કરે, દિવસરાત વચ્ચેના ભેદ ભૂંસી નાખીને લખે, નિદ્રાને સદાને માટે રજા આપી રાત્રિભર લેખિની ચલાવે ! એના સાથી ડૉ. હાર્ડીકર આજે પણ એ અવિરત ઉદ્યમમાં મચેલ માનવ-વ્યંત્રનું વૃત્તાંત લખે છે, જે વાંચી હૈયું દ્રવે છે.

'હાર્ડીકર ! બચ્ચા ! મારું આખું શરીર તૂટી પડે છે. મને ઊંઘ આવતી નથી. હું શું કરું ? ઓહો! હું ઘેરે જઈ શક્યો હોત !'

એટલું બોલીને અમેરિકામાં હદપારી ભોગવતા લાલાજી રડી પડતા. એના યુવાન સાથી ડો. હાર્ડીકર શરીર દાબે, માથે તેલ ઘસે, પણ લાલાજીની આંખો જંપે નહિ. મોડી રાત થાય, હાર્ડીકર થાકે, છેવટે લાલાજી પણ નિરાશ થઈને કહે કે 'જા બચ્ચા જા ! તું તો હવે