પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૯

અમેરિકામાં


એનાં ઈટાલીઅન, સ્પેનીશ, જર્મન, રશીઅન, ફ્રેંચ, ફારસી આદિ ભાષામાં અનુવાદો ઊતર્યા.

એક વાર અમેરિકા રાજ્યની પરદેશ સાથેના સંબંધોની સમિતિએ પરાધીનતામાં પિસાતી નાની પ્રજાઓના આત્મનિર્ણયનો પ્રશ્ન હાથ ધર્યો હતો. લાલાજીને એ માટે નિવેદન તૈયાર કરવું હતું. એક જ રાતમાં એણે બાર છાપેલાં પાનાં જેટલું લખાણ લખી કાઢી પ્રભાતે વોશીંગ્ટન નગરમાં એ સમિતિ પર પહોંચાડ્યું.

હકિકતો એના ભેજામાં ભરપૂર હતી. આંકડાઓ એની આંગળીઓના વેઢા પર રમતા હતા. અને કઈ માહિતી કયા પુસ્તકમાં કયે પાને જડશે તેના પોતે વાકેફગાર હતા. ક્યાંથી શું મેળવી લાવવું એની અચૂક માહિતીઓ પોતે પોતાના મંત્રીએાને પૂરી પાડતા.

ઝુમ્બેશ ! ઝુમ્બેશ ! અપ્રતિહત કાતિલ ઝુમ્બેશ ! અને યુરોપએશિયાનાં દોડમદોડ પર્યટનો: પાંચ વર્ષ એ ચક્કી પીસી; પીસી પીસીને બચરવાળ બુઢ્ઢી માતાની માફક એ બુજર્ગે અનેક હિન્દી યુવકોને ગદરાવ્યા. છતાં પોતે પોતાના પેટ ગુજારા માટે એ કમાઈમાંથી એક પાઈ પણ સ્વીકારવી શિવનિર્માલ ગણી. ઘેરથી પુત્ર મોકલતો તે પર નભતા. યુદ્ધના સંજોગોમાં એ પૈસા ગણતરી મુજબને સમયે ન પહોંચે તો મુંઝાઈને રડતા. અને છતાં તે ટાણે કોઈ હિન્દી યુવક આવીને ગરીબી ગાવા લાગે તો ગજવામાં હાથ નાખીને