પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૧૦


છેલ્લો શીલીંગ સુદ્ધાં એને આપી દેતા. એ માટે લાલાજીની આ બીજી વારની હદપારી પણ બ્રીટનને ભારે પડી ગઈ. એના શાસનને આ કેદીએ ઢોલ પીટાવી પીટાવીને જગજાહેર કર્યું. આ હદપારે તો પાંચ વર્ષમાં હિન્દના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય મહત્તા અપાવી દીધી, અને યુદ્ધ વિરમતાં પાછા વળ્યા ત્યારે કેટલું અવિજેય જોર, કેટલો અદમ્ય ઉત્સાહ, કેટલો ભીષણ નિશ્ચય લઈને એ હિન્દને કિનારે ઊતર્યા! મુંબઈનગરી એને માન આપવા મળી હતી તેની સમક્ષ એણે આમ કહ્યું :

'મારા કાર્યની પવિત્રતામાં પૂર્ણ શ્રધ્ધાભેર હું પાછો સ્વદેશ આવું છું.'

'પૃથ્વી પર એવી કોઈ શક્તિ નથી કે જે આપણને આપણા હક્કો પાછા હાથ કરતા અટકાવી શકે.'

'બીજાઓ આપણી ઇચ્છા વિરૂદ્ધ આપણી પાસેથી ઝૂંટવી જાય તે કરતાં તો આપણે મેદાનમાં મરી ખૂટશું.'

'આપણે ટુકડા નથી જોઈતા, આત્મા જોઈએ છે.'

'આ છ વર્ષ દરમ્યાન હું આખી પૃથ્વી ઘૂમી વળ્યો છું. જગતની ત્રણ આત્મશાસિત મહાપ્રજાઓને - જાપાન, અમેરિકા અને ઇંગ્લાંડને–મેં નિરખી લીધી છે. અને હું તમને ખાતરી આપું છું કે કદાચ વર્તમાન જ્ઞાનની આવશ્યકતા બાદ કરતાં આપણે એમાંના કોઈથી ઉતરતા નથી. જીવનના જાહેર કે ખાનગી, કોઈપણ અંગ પરત્વે આપણે જગતની કોઈ પણ પ્રજા