પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૧૪'પંજાબના નૌજવાનો, એક શબ્દ હું તમને સંભળાવવા માગું છું : તે એ છે કે પરીક્ષાઓ પસાર કરવી એ તમારી ઝીંદગીનો અંત નથી. જે મનુષ્ય પોતાની જ ઇજ્જત અને પોતાના જ આત્મસન્માનના ખયાલોમાં ઝકડાઈ રહેલો છે, તે મનુષ્ય નથી, હેવાન છે. જો ઉચ્ચ ભાવોને દબાવીને એશારામમાં જ જિંદગી વીતાવી નાખીશું તો એ જિંદગી આપણે માટે મોતથી પણ અધમ બની જશે, હું હરગિજ નથી કહેતો કે તમે વધુ પડતા જોશથી કામ લો. પણ એાછામાં ઓછી બે વાતો તો જરૂર કરો : ખાદી પહેરો અને શાહજાદાનો બહિષ્કાર કરો.

'પંજાબની દેવીઓ ! મને ખબર છે કે તમારા અંતરમાં પણ પ્રજાસેવાનો અગ્નિ સળગી રહેલ છે અને એ સેવા ઉઠાવવામાં તમે તમારી સ્વતંત્રતાની પણ પરવા નથી કરતી. તમારામાંથી ઘણી બહેનો કેદમાં જવા માટે પણ તૈયાર છે. પરંતુ બહેનો ! અહીંનાં જેલખાનાં તો શયતાનનાં રહેઠાણ છે. ત્યાં બદમાશી અને હરામીનું પરિબલ છે. માટે તમે એ ખયાલ છોડી દઈને શુદ્ધ સ્વદેશીના પ્રચારથી તેમજ ઉપયોગથી તમારા દેહને પવિત્ર કરી કાઢો. ઉપરાંત આપણા જે ભાઈઓ નાનાં બચ્ચાંને મૂકીને જેલમાં જાય છે તેની ગેરહાજરીમાં તમે એ બચ્ચાંની રખેવાળી પણ કરી શકો છો.'

'દેશવાસી ભાઈઓ ! હું હવે વિદાય લઉં છું. હું તો પરમ શ્રદ્ધા લઈને જાઉં છું, કે મારા પ્યારા દેશની અને