પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા


કરે ! તે વખતે બહેનની જરૂર પડે, નવા બ્રહ્મચારી બહાદુર જ્યારે કહે છે કે 'હું તો કાશીએ ભણવા જઈશ' ત્યારે બહેન બાવડું ઝાલીને સમજાવે, 'ના ભાઈ, તને આંહીં જ ભણાવશું,' એટલે ભાઈ પાછો વળે, અને તેજ દિવસે એના સમાવર્તનની વિધિ પણ પતાવી દેવાય, આ નાટક મારે પણ ભજવવું પડ્યું. સગી બહેન નહોતી એટલે 'ધર્મની બહેન' બનાવી કાઢી ! કાશીમાં તો રહેતા જ હતા તેથી 'કાશ્મીર ભણવા જાઉં છું' એમ મારે મુખેથી બોલાવ્યું. બહેન મને પાછી વાળી આવી. અને બાપુએ તુરત એક પંડિત રાખીને મને દેવનાગરી અક્ષરોનો અભ્યાસ મંડાવી દીધો, પણ પંડિતજી બિચારા અમને અંકૂશમાં ન રાખી શક્યા. દરમિયાન પિતાજીએ રાતની રોન ફરતાં ફરતાં કોઈ એક વિદ્યાર્થીને ખીંતી સાથે ચોટલી બાંધીને વાંચતો દેખ્યો હતો. પૂછતાં વિદ્યાર્થીએ એવું કહ્યું કે 'જ્યારે વાંચતાં વાંચતાં ઝોલું આવી જાય છે ત્યારે ચોટલીને આંચકો લાગવાથી પાછું જાગી શકાય છે !' પિતાજીને લાગ્યું કે વાહ ! કેવો ઉદ્યમી વિદ્યાર્થી ! એમ સમજીને અમને પણ હિન્દી પાઠશાળામાં ભણવા બેસાર્યા, પાઠશાળાના પાઠ તો હું પાઠશાળામાં જ પાકા કરી લેતો અને ઘેર આવી પિતાજીનું તુલસીકૃત રામાયણ વાંચવા બેસતો.

સંગ્રામસિંહ બહારવટિયો

કાશીથી મારા પિતાની બદલી બાંદા થતાં મારા બાલહૃદય ઉપર બે બીનાઓએ અજબ પ્રભાવ છાંટી દીધો. એક