પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫

અભય



મારી પ્યારી કોમની ઇજ્જત તમારા હાથમાં છે. 'વન્દેમાતરમ્' પત્ર અને 'તિલક રાજનીતિશાળા' એ બે મારાં બચ્ચાં છે એ હું તમને ભળાવી જાઉં છું. મહાસમિતિના જે ભાઈઓ લાહોરમાં હાજર હોવા છતાં આજની સભામાં નહોતા આવ્યા, તેને મેં પોતેજ ગેરહાજર રહેવાનું કહેલું કે જેથી આપણું કાર્ય ચાલુ રહી શકે.

લી. તમારો પ્રેમી


લાજપતરાય



અભય

વેદના ગાનારાઓએ સપ્તસિંધુને તીરે બેસી 'અભય'ની ગાથાઓ લલકારી.मा भै मा भै: ડરીશ ના ! કોઈથી ડરીશ ના ! એવા મંત્રો ગવાડ્યા. 'અભય'નું એ ગાન વિશ્વનું મહાગાન મનાયું છે. અન્ય એકેય ધ્વનિ એ 'અભય'ના નાદ થકી ઉંચેરો જાણ્યો નથી. 'અભય' સિવાય અન્ય મૂક્તિ પણ સરજાયેલી નથી. જગતને મનુષ્ય પગલે ને ડગલે ભયભીત બની જીવતા નરકનો અનુભવ કરે છે. માનવી જ્ઞાતિથી ને જાતિથી ડર્યો છે, ધર્માચાર્યોથી કંપે છે, રાજસત્તાથી