પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૧૮



'હું છું એ લાજપતરાય!' કહેતો ચાલીશ વર્ષનો પંજાબી નેતા એક ખૂણામાંથી વિદ્યતવેગે ખડો થઈ ગયો. એની મુખદ્રામાં હિમ્મત અને ગૈારવ ઝલકી રહ્યાં હતાં: પંદર મિનિટ સુધી એણે ફીરોઝશાના પંથભૂલ્યા વિચારો પર વાગ્ધારા ચલાવી. વિનયનો દોર ચૂક્યા વગર એના એકેએક મુદ્દાને તેજસ્વી દલીલોથી ચૂર્ણ કર્યો. ફિરોઝશાએ જીવનમાં પહેલી જ વાર તે દિવસે હાર ખાધી.

*

'અભય'નાં મૂલ ચૂકવવાં અઘરાં હતાં. એ દિવસેામાં આજીજી, અરજી અને કૃપાયાચનાના ઠરાવ થતા હતા. પરંતુ કાશીની મહાસભામાં એ ભિક્ષા-યુગના કાળની અંદર ૧૯૦૫ની સાલમાં લાલાજીએ પંજાબમાં વર્તતી દમન-નીતિ પર પોતાની તલવાર શી તાતી તિરસ્કાર-ધારા ચલાવી. એ 'અભય'નાં મૂલ એણે છ માસ સુધીની હદપારી વડે અને માંડલેના કારાવાસની વેદનાઓ વડે ચૂકવ્યાં. છ માસે છૂટી થતાં જ એ તલવાર મ્યાનમાંથી બહાર ખેંચાણી. એની ધાર બુઠી થવાને બદલે પીડનોનું પાણી પીપીને અધિક તેજીલી બની.

*

પોતે ઇંગ્લાંડ ઉપડ્યા છે. ૧૯૦૮નું વર્ષ છે : બ્લેકબર્નના સભામંડપમાં લેંકેશાયરનો શ્રોતાવર્ગ ઠાંસોઠાંસ ભરાયો છે. લાલાજી જાણે છે કે હિન્દ ઉપર સાચું શાસન લેંકેશાયર અને માન્ચેસ્ટરનું જ ચાલી રહ્યું છે, પાર્લામેન્ટ