પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૨૦


આત્મસમર્પણનો સત્યાગ્રહી પ્રતાપ હતો. તેથી જ એની સામે બોલવા ઊઠવું એ ૧૯૨૦ ના એના દેશવ્યાપી સત-દાવાનળને સમયે સહેલું નહોતું. એવે ટાણે કલકતાની અસાધારણ મહાસભાના અધિવેશનમાં અસહકારનું સમર્થન કરતાં મહાત્માજી બોલ્યા કે 'હું સ્વરાજ કરતાં પણ રામરાજનો પક્ષકાર છું. જો પંજાબના હત્યાકાંડનું અને ખિલાફતના અન્યાયનું પ્રાયશ્ચિત્ત બ્રીટીશ સરકાર કરી કાઢે અને એ બે મુદ્દાઓ ઉપર પ્રજાને સંતોષી લે, તો મારે એની સામે કશું કહેવાનું રહે નહિ વગેરે.'

'ના જી !' કહેતા લાલાજી પ્રમુખસ્થાનેથી ઊછળી પડ્યા, ' મારે તો સ્વરાજને જ ખાતર સ્વરાજ જોઈએ છે. પરદેશીઓ છો ને દેવના દીકરા હોય, છો ને એમની સામે આપણે એક પણ ફરિયાદ ન હોય, છતાં મારે તો હિન્દના ઉપર હિન્દીનું જ રાજ જોઈએ છે. મારે રામરાજ નથી ખપતું.'

ગાંધીયુગના તપતા મધ્યાહને બોલાએલા આ શબ્દો છે.

Brutally frank: નિષ્ઠૂરતાપૂર્વક નિખાલસ : એ એમણે પોતાને માટે તેમજ પોતાની સમસ્ત પંજાબી ઓલાદને માટે સ્વીકારેલું વિશેષણ પોતાના જીવનના આખરકાળ સુધી સાર્થક કરી બતાવ્યું છે. લોઇડ જ્યોર્જને ખુલ્લો પત્ર લખ્યો, મોન્ટેગૂને લખ્યો, અસહકારના ભરસંગ્રામમાંથી વિનીતોના દળ ઉપર હૂમલો કર્યો, સાઇમન કમીશનના સત્કાર વિરૂદ્ધ વરિષ્ટ ધારાસભામાં ઉત્તમોત્તમ વ્યાખ્યાનોની પંકિતમાં બેસે