પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ઐોદાર્ય


ઈ. સ. ૧૯૦૭ માં જ્યારે લાજપતરાય એક સૈકા-જૂના કાયદાના બહાના નીચે પહેલવહેલા રાજદ્વારી કેદી તરીકે હદપાર થયા અને માંડલેમાં ગિરફતાર પડ્યા, ત્યારે એના આર્યસમાજી સાથીઓને હાથે એને અન્યાય મળેલો : એની ! સામે એક પણ ગુનો પુરવાર નહોતો થયો. એના ઉપર એક પણ આરોપ નહોતો મૂકવામાં આવ્યો. કોઈ સાક્ષી પૂરાવો રજૂ નહોતો થયો. પોતાનો બચાવ કરવાની તક એને નહોતી અપાઈ. ઓચીંતા એક દિવસ પ્રભાતે લાહોરની પેાલીસે એને ફોસલાવી એની જ મોટરગાડીમાં ઉઠાવ્યા. સ્પેશ્યલ ગાડી જોડી, પડદો વીંટી, સુસવાટાવેગે માંડલે પહોંચાડી દીધા ત્યાં એનું જીવન અપમાનભર્યા આચરણ વડે રીબાયું. એનું કુટુંબ રઝળતું થયું. એના વૃદ્ધ પિતાની પાછળ જાસૂસો ગોઠવાયા. એનો પત્રવ્યવહાર રૂંધાયો. તે વખતે એના મિત્રની ફરજ તો હતી એની નિર્દોષતા ગજાવવાની. એના જ દ્રવ્યથી તેમજ એના જ પ્રયાસથી પોષાયેલા આર્યસમાજનું કર્તવ્ય તો એના પરનો અખંડ વિશ્વાસ તે સમયે પુકારી ઊઠવાનું હતું. તેને બદલે આર્યસમાજના આગેવાનોએ શું કર્યું ? પંજાબના ગવર્નર પાસે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું: એ