પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩

ઔદાર્ય


પ્રતિનિધિમંડળે સરકારને જાહેર કર્યું કે લાજપતરાયની સાથે અમારા સમાજને કશો જ સંબંધ રહ્યો નથી. એટલે કે આડકતરી રીતે તેઓએ પોતાના નિષ્પાપ ભેરૂના શિર પર એની રાજ કારણી પ્રવૃત્તિઓ પરત્વે તિરસ્કાર ઢોળ્યો. એમ કરવામાં કદાચ તેઓની મતલબ આર્યસમાજને સરકારી દમનનીતિના પંજામાંથી ઉગારી લેવાની હશે. પરંતુ ઉગાર શોધવા જતાં આર્યસમાજના સ્થંભ લાજપતરાયનું બલિદાન દેવાયું. જ્યારે લાલાજી દેશવટેથી પાછા ફર્યા ત્યારે એને આ કિસ્સાની જાણ થઈ. સરકારી સિતમ કરતાં વધારે મોટો આઘાત એને આ મિત્રોના કાર્યથી લાગ્યો. બાબુ બિપીનચંદ્ર પાલ લખે છે કે 'આવા સંજોગોમાં, જે મિત્રોનો ધર્મ એને પડખે ઊભા રહી એના સત્ય અને સ્વાતંત્ર્યની આરાધનાને કારણે એના પર આવી પડેલી શિક્ષામાં સાથ કરવાનો હતો, તેજ મિત્રોને ઊલટા ખસી જઈ તિરસ્કાર દેતા દેખ્યા પછી પણ ક્ષમા આપવી, એવી મનની મોટપ તો ભાગ્યેજ બીજા કોઈને માટે શક્ય હશે. પણ લાજપતરાયને તો મેં એ મિત્રો તરફ લેશ માત્ર પણ કડવી લાગણી ધરાવતા દીઠા નથી.'

એ મનમોટપ કેવી હતી ? લાલાજીના શબ્દો જ જવાબ દેશેઃ–

'કેટલાક લોકો કહે છે કે મારી ગેરહાજરીમાં આર્ય સમાજે મારા પ્રત્યે દિલસોજી નથી દાખવી; અને આજે પણ મારા પર એક કાગળમાં લખાઈ આવ્યું છે કે જે આર્યસમાજીઓની