પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૩૦


ઊતરતો દીઠો. તુરત જ એણે પોતાના પુત્ર અમૃતરાયને અમેરિકાથી પાછો બોલાવી લીધો.

*

દેશબંધુનું અવસાન થયા પછી લાલાજીનું દિલ સ્વરાજ-દળમાંથી ઉચક થઈ ગયું. પોતાના નેતા પંડિત મોતીલાલજીના કેટલાએક દાવપેચ એને ન રૂચ્યા. બીજી બાજુ એણે હિન્દુ જાતિ પર મુસલમાન કોમનું વિઘાતક આક્રમણ વધતું દીઠું. સાચી અથવા ખોટી રીતે એને ભાસ્યું કે કમજોર પડેલી મહાન હિન્દુ જાતિ જ્યાં સુધી કમજોર જ રહેશે ત્યાં સુધી આખા હિન્દની મુક્તિને એ રૂંધી રાખશે. એણે માલવિયાજીની સાથે ભળી હિન્દુ મહાસભા સ્થાપી, અને જયકર, મુંજે વગેરેની સાથે મળી નવું રાજદ્વારી દળ-રિસ્પોન્સીવીસ્ટ પાર્ટી-ખડું કર્યું. સ્વરાજ પક્ષની સામે મોરચા માંડ્યા. ૧૯૨૬ ની વરણીમાં પં. મોતીલાલની વિરૂદ્ધ પોતે ઊભા રહ્યા. બન્ને આગેવાનો વચ્ચે સિદ્ધાંતભેદ અને મતભેદનું મહાયુદ્ધ મંડાઈ ગયું. ઉતાવળીઆ સ્વભાવના ઊર્મિલ લાલાજીએ પોતે જેને સાચ માન્યું તેના પક્ષે ખડા રહી પંડિત મોતીલાલની ઝડ ઉખેડવા ઝુંબેશ આદરી. પંડિતના પક્ષને પંજાબમાં ટકવા ન દીધો. સત્યપાલ ને દુનીચંદ સરખા પોતાના ગઈ કાલના દૂધભાઈએાનો પણ વિરોધ વહોર્યો.

અને ૧૯૨૮ ના સપ્ટેમ્બર માસમાં શું બને છે ! લાલા ગિરધારીલાલના શબ્દોમાં જ કહેવા જેવી એ કથા છે:–