પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૩૨



આટલું બોલતાં તો લાલાજીને નબળાઈ વરતાવા લાગી બરડામાં દુ:ખાવો થવા માંડ્યો. મારી પીઠ થાબડીને એમણે મારા ખભા પર શરીર ઢાળી દીધું. આરામ લેવા લાગ્યા વળી થોડીવારે જાગી જઈને મને કહેવા લાગ્યા, 'શું હજુ યે તને મારા હર્ષથી અજાયબી થાય છે દોસ્ત ? ' કોણ જાણે નિદ્રામાં પણ એનો આત્મા આકૂલ હોય અને એ એક જ વિષયમાં એનું રટણ લાગી ગયું હોય ! આ દૃશ્ય દેખીને એક તરફ મને હર્ષ થતો હતો, બીજી તરફ દિલગીરી થતી હતી. દિલગીરી એટલા માટે કે એ વળી નિદ્રાહીન બનશે અને પરિણામે એની ખળભળેલી તંદુરસ્તીને અધિક ધક્કો પહોંચાડશે.

મેં વિનવ્યું કે, 'લાલાજી, આપ સંપૂર્ણ આરામ લો !'

એમની મહાનુભાવતાને છાજતો જ જવાબ મળ્યો 'આરામ ! આરામ હવે મારાથી શી રીતે લેવાય ? તને ખબર છે ને, આ રીપોર્ટ એટલે મારે માટે ભગીરથ કાર્ય ઊભું થયું, હવે તો હું મોતીલાલજીની જ સેવામાં છું. મને એ જે ચીંધે તે મારે કરવાનું છે. મારી ચિંતા ન કર દોસ્ત ! છેલ્લી ઘડી સુધી સંગ્રામ ખેડતાં મરવું તો મને પ્યારૂં છે : I would love to die in harness.'

અને એ એમ જ મર્યા. એની મનકામના પરિપૂર્ણ થઈ. એના શબ્દો ભવિષ્ય-વાણી શા નીવડ્યા.

એક બીજો પ્રસંગે: હું જોતો હતો કે એની કા