પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વીર–મૃત્યુ


૯૨૮ના અક્ટોબર માસની તા. ૩૦ મીનું પ્રભાત લાહોર નગરના શિર ઉપર સુવર્ણનો મુગટ પહેરાવતું હતું અને સૂસવાટા મારતી આગગાડી પલે પલે 'સાયમન સપ્તક'ને નજીક ને નજીક આણી રહી હતી. પંજાબના હાકેમે એ પરોણાઓને સાચો પ્રજામત સમજવાના શ્રમમાંથી ઉગારવા માટે તે દિવસોમાં જાહેર સભા અને સરઘસ ઉપર મનાઈ- હુકમ મૂકયો હતો.

લાલાજીના ઓરડામાં ટેલીફોનની ઘંટડીએ ટકોરા દીધા. પોતે યંત્ર કાને લગાડ્યું ને પૂછયું 'કોણ છો ?'

'એ તો હું મહમદ આલમ, લાલાજી !'

'કેમ , ડૅાકટર મહમદ ? ફરમાવો.'

'લાલાજી, અમે બધાએ તો નિશ્ચય કર્યો છે.'

'શાનો ?

'પીનલ કોડની કલમ ૧૪૪નો ભંગ કરીને, સભા ભરી સાયમન–બહિષ્કારનું સરઘસ કાઢવાનો.'

'શાબાસ !' યંત્રમાં લાલાજીનો અવાજ ઉન્નત બન્યોઃ 'અને હું પણ તમારી સાથે જ છું. ડૉકટર ! હું બિમાર છું, બુઢ્ઢો બની ગયો છું, તે છતાં મારૂં સ્થાન એ સરઘસને મોખરે જ સમજજો !'