પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૩૬


જર્જરિત લાલજીને. એની છત્રી તૂટી ગઈ, એની છાતી પર અને ખભા પર ઘા પડ્યા, છતાં પ્રહારો ચાલુજ રહ્યા જો રાયજાદા હંસરાજે આડા પડીને પ્રહારો ન ઝીલી લીધા હોત તો લાલાજીનું શરીર ત્યાં ને ત્યાં ઢગલો થઈ જાત કેમકે પોલીસનો ગોરો અમલદાર તો લાઠીની ઝડી વરસાવતો જ રહ્યો.

મોખરે ફડાફડી બોલી ગઈ અને મેદનીમાં શોર મચી ગયો કે 'નેતાઓને માર્યા ! લાલાજીને માર્યા ! પોલીસે માર્યા !' એ શબ્દો ગડગડાટ કરતા તોપખાનાના અવાજની માફક મેદનીના એક છેડાથી બીજા છેડા સુધી પ્રસરી ગયા. નેતાઓ તરફના એક જ ઈસારે ત્યાં સંગ્રામ મચી જાત. કદાચ સારી પેઠે લોહી છંટાત. પરંતુ ધૈર્યસાગર લાલાજીએ ખામોશ રાખી. અન્ય નેતાઓ પણ જનતાને રોકી પોતપોતાને સ્થાને અવિચલ ઊભા રહ્યા. લોકો ઉપર અહિંસા અને શાંતિની નીરવતા પથરાઈ ગઈ. બરાબર છાતીની ચોટ લાગવાથી ખળભળી ગયેલા લાલાજી પલકમાં પાછા ટટ્ટાર થયા અને પોતાના ઉપર નિષ્કારણ આવા નિર્દય પ્રહારો કરનાર અંગ્રેજ અધિકારીને એટલું જ પૂછ્યું, 'તમારૂં નામ શું છે ?'

એ નાર્મદ નિરૂત્તર રહ્યો. ફરીવાર લાલાજીએ પૂછ્યું : “જો તું મર્દ હો, તો તારૂં નામ બતાવ.”

એ હીચકારી માણસમાં, કર્તવ્યની રૂઈએ પોતાનું