પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭

વીર-મૃત્યુ


નામ આપવા જેટલી પણ હિમ્મત નહોતી રહી. પોતાનું મુખ અણએાળખ્યું રાખવા માટે એ પશુ અદૃશ્ય થઈ ગયો. [પાછળથી એમ ખબર પડી કહેવાય છે કે એ લાહોરનો સીનીઅર પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ હતો. લાલાજીની જીવન–જ્યોત એ ગોરા સત્તાધારીએ જ બુઝાવી નાખી એવો પ્રજાનો આરોપ છે. પણ એને કે કોઈને સરકારે કશી નશ્યત કરી જ નથી.]

'હું શા માટે એ પ્રહારો ઝીલતો ઝીલતો ત્યાં ને ત્યાં ખતમ ન થઈ ગયો ? શા માટે તે ક્ષણે મારા અંતરમાં કાયરતાએ ઘર કર્યું હતું ? એક રોગીની રીતે રીબાઈ રીબાઈને બિછાને મરવા કરતાં ત્યાં છાતી પાથરીને પ્રાણ આપવાનું મારા તકદીરમાં કેમ નહોતું ?'

આવી આવી આંતર્વેદના લાલાજીને તે ઘડીથી સતાવવા લાગી. ઘણા સમયથી ચાલી આવતી ફેંફસાંની નબળાઈએ તે પ્રભાતના પ્રહારોથી જોર પકડ્યું. પરંતુ દેહની ચિંતા રાખ્યા વિના તે દિવસની સંધ્યાએ લાલાજી સાયમન- વિરોધની સભામાં ચાલ્યા.

'લાલાજી !' ડૉ. ધર્મવીર એમને હાથ જોડીને વિનવવા લાગ્યા, ' લાલાજી, ભલા થઈને આપ આજની સભામાં બોલવા ઊઠશો નહિ. ફેંફસાંની ઇજા વધી પડશે.'

'નહિ ભાઈ !' લાલાજી બોલ્યા, 'આજે સાંજે તો