પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૩૮


હું લાખ વાતે ય બેાલ્યા વગર રહેવાનો નથી. ભલે મારો જીવ નીકળી જાય.'

એ વ્યાખ્યાન લાલાજીના મુખનું છેલ્લું વ્યાખ્યાન હતું, ને છેલ્લું બનવાને જ લાયક હતું. વીરના મૃત્યુને શોભવનારી એ વાણી હતી. સંસારનું સમગ્ર દૈન્ય ફગાવી દઈ, અનંતના મહાપથ પર સંચરતો વીર જ એવું બોલે છે, અને એને બોલે બોલે આગમના સૂર બંધાય છે. એ બોલ્યા તે આ રહ્યું :

'આ વ્યાસપીઠ ઉપર ઊભો રહીને હું ઘેાષણા કરૂં છું કે આજ અમારા પર જે માર પડ્યો છે, તે અંગ્રેજી સામ્રાજ્યનો વિનાશ નજીક હોવાની નિશાની આપે છે. જેણે જેણે પોલીસના આ ક્રૂર કર્મને જોયું છે તે એને કદી પણ નહિ ભૂલી શકે. એ હીચકારા હુમલાનો બદલો આપણે ચૂકવવો જ રહ્યો છે. એ બદલો આપણે ખૂનખરાબીથી નહિ પણ સ્વાધીનતાની પ્રાપ્તિથી ચૂકવીશું. હું સરકારને ચેતાવું છું કે જે કદાચ આ દેશમાં રૂધિરભીની રાજ્યક્રાંતિ ફાટી નીકળે તો તેની જુમ્મેદારી અમારા પર નહિ પણ તમારા દુષ્કર્મી ગોરા અમલદારો પર રહેશે. અમારૂં ધ્યેય તો એ છે કે અમારે સ્વરાજનું યુદ્ધ શાંતિમય અને અહિંસાત્મક માર્ગે લડી લેવું, પરંતુ જો સરકાર અને સરકારી અધિકારીઓની આવી જ કાર્યરીતિ ચાલુ રહેશે અને એને પરિણામે જો અમારા નૌજવાનો અમારા કહેવાની પરવા છોડી