પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૪૨


બિમાર બચ્ચાંની પથારી પાસે બેસીને કલાકો સુધી દેશભક્તિની કથાઓ કહેનાર લાજપતરાયને આજે મિત્રો યાદ કરે છે. પરદેશમાં પણ એને ગોરા મિત્રોનાં બાળકો સાથે રમવાનું સહુથી વધુ સુખકર થઈ પડતું. આજે એનાં સ્મરણો લખતાં એક સ્નેહી કહે છે કે–

'મંદ મંદ મલકતા એ મુખ સામે તાકીને હું ઊભો હતો, અને એ ન ભૂલાય તેવી બે આંખોના કોમળ મધુર દૃષ્ટિપાત વડે અવારનવાર મારી મહેનતનો મને બદલો વળી જતો.

'પછી તો હું મોટો થયો, એને ઓળખતો ને ચાહતો થયો, તેમ તેમ તો એ અવિસ્મરણીય બે આંખોમાં હું કોઈ ગુપ્ત વાણી ઉકેલતો થયો. એ આંખોમાં તો મને મનુષ્યોમાં વિરલ એવા એક આત્માનું દર્શન થયું : માનવ- કલ્યાણ માટેની ધગશથી સળગતા અને અવિશ્રાંત કામ કરતા આત્માનું એ દર્શન હતું. પણ મને નથી ખબર કે એ આત્માને રાજકારણમાં કેવોક રસ પડતો હતો. એમની સાથેની મારી વીસ વર્ષની ઓળખાણ દરમ્યાન રાજકારણ વિષે એવો એક પણ શબ્દ મેં એના મોંમાંથી નથી સાંભળ્યો કે જેમાંથી રાજકારણ તો એક અનિવાર્ય આપત્તિ હોવાનો ધ્વનિ ન નીકળ્યો હોય. બહેતર પરિસ્થિતિમાં ને મૂક્ત વાતાવરણમાં લાલાજી રાજનીતિજ્ઞ નહિ પણ કોઈ ઝેવીઅર સમા કે સાવન્રોલા સમા પરમ સુધારક જ થયા હોત,