પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૨૪૬


લાગતી. કેટલાએક માણસોમાં એવું મીંઢાપણું હોય છે કે જે એનાં આંતરિક સ્વભાવને અમૂક અંશે છુપાવી રાખે છે, અને એમનાં ઊંડાણમાં શું શું ભરેલું છે તે પામતાં ઘણી વાર લાગે છે. પરંતુ લાજપતરાયનું તમામ ભીતર તો પલકમાં બહાર ધસી આવતું અને એની મુખમુદ્રા જ અંતરની આખી કથા બોલી નાખતી. આ બધું એના બચપણથી જ ખીલતી આવતી એ નિખાલસતા નિર્ભયતા અને સચ્ચાઇને જ આભારી હતું, આનો અર્થ એ નથી કે મેાટી વયે પોતાના નિત્યના વ્યવહારમાં એ સાવધાની નહોતા સાચવી શક્યા. ના, એમ તો એનામાં સંપૂર્ણ કાર્યકુશળતા હતી અને વ્યવહારૂ કામકાજમાં એને છેતરી જવું સહેલ નહોતું. પરંતુ આ સાવધાનવૃત્તિએ એના સ્વભાવને કઠોર નહોતો કરી મૂક્યો. એ શક્તિએ એની મુખમુદ્રા પરથી પેલી પારદર્શક નિખાલસતાને નીચોવી નહોતી લીધી. યત્નથી પણ એ પોતાના મનોભાવને ન જ છુપાવી શકતા.

'કેવું બાલ–હૃદય ! પારીસમાં મી. રાણા રહે છે એનાં પત્ની એક જર્મન બાઈ છે. હું એની સાથે રહેવા ગયેલો. સાથે રહ્યાં તે દરમ્યાન લાલાજી સિવાય બીજા કોઈની વાતો ભાગ્યે જ અમે કરી હશે. એ કોમળ દિલની જર્મન બાઈને તો પોતાનું એકાદ સગું બાળક મરી ગયું હોય એટલી વેદના થાય છે. કેમકે લાજપતરાય ડોસા હોવા છતાં પણ એ બાઈને 'મા' સમાન જ ગણતા અને એનાં ઘરમાં રહ્યા