પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭

શ્રદ્ધાંજલિ


તે દરમ્યાન તો એના 'અતિ લાડકા' છોકરા જેવા જ બની ગયેલા. બાઈ કહે છે કે 'ઓહો! કેવા ગમ્મતી અને નિરંતર મશ્કરીખોર ! એનાં હાસ્યથી તો આખું મકાન ગાજ્યા કરતું. ને એ સીધાવ્યા ત્યારે તો જાણે ઘરમાંથી બધું તેજ પણ એની સાથે જ ચાલ્યું ગયેલું.' બાઈની આંખમાં આ બોલતી વેળા જળજળીઆં આવી ગયેલાં. એણે બીજી હૃદયદ્રાવક વાત તો એ કહી કે લાલાજીના અવસાનના સમાચાર સાંભળીને ઘરની દાસી પણ આંસુભેર રડી પડી હતી અને બોલતી હતી કે દાદાજી આ દુનિયા પરથી ચાલ્યા ગયા એ તો જાણે કે મનાતું જ નથી.

'કોઈએ કહ્યું છે કે સાચી મહાનુભાવતાને શોધી કાઢવાનો સહુથી સહેલો માર્ગ આ છે : એ મનુષ્યની અંદર વૃધ્ધાવસ્થામાં બાલ–હૃદય રહ્યું છે કે નહિ તે તપાસી લેવું. મહત્તાની જો આ જ આંકણી હોય તો લાજપતરાય સાચેસાચ મહાન હતા.

'અધિકારશાહીને હાથે એને શું શું સહેવું પડ્યું છે એનો હું જ્યારે વિચાર કરૂં છું ત્યારે તો એની ક્ષમાવૃત્તિનો આંક તાજ્જુબ કરે છે. પ્રથમ પહેલાં ઈ. સ. ૧૯૦૭માં ગભરાટની ઘડીમાં એને સરકારે સંદતર અન્યાયથી હદપારી અને ગિરફતારી આપ્યાં. હરકોઈને પણ ઝેરીલા બનાવી દેવાને માટે એટલું જ બસ થાત, કેમ કે એ સજા છેક જ નિષ્કારણ અને અધર્મી હતી, પરંતુ લાલાજી તો જેવા સૌમ્ય